બૉલીવુડ

215 કરોડ રૂપિયાની વસૂલીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ છે બૉલીવુડ ની આ જાણીતી અભિનેત્રી- ED એ લીધી ઝપેટમાં

215 કરોડ રૂપિયાની વસૂલીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ છે બૉલીવુડ ની આ જાણીતી અભિનેત્રી- ED એ લીધી ઝપેટમાં,દેશના સૌથી મોટાં ઠગમાંથી એક સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધને લઈને ફરી એક વખત બૉલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. EDએ અભિનેત્રીને 215 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં આરોપી ગણાવી છે. તાજેતરની માહિતી અનુસાર ED જેકલીન સામે આજે જ ચાર્જશીટ દાખલ કરશે.

સૂત્રો પાસે મળેલ જાણકારી અનુસાર EDનું માનવું છે કે જેક્લીન ફર્નાન્ડીઝને પહેલેથી જાણ હતી કે સુકેશ એક અપરાધી છે. થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ઇડી એ જેક્લીન સામે મળેલ સબૂતોની સમીક્ષા કરી છે. હવે તેના પર કોર્ટમાં એક ચાર્જશીટ ફાઇલ કરશે પણ મળતી માહિતી અનુસાર હવે આજે જ ઇડી એ ચાર્જશીટ ફાઇલ કરશે. ઇડીએ આ પહેલા પણ જેક્લીન સાથે થોડી પૂછતાછ કરી હતી. સાથે જ એમની કરોડોની સંપતિને પણ જપ્ત કરી હતી.

જો કે આ કેસ તિહાડ જેલમાંથી 200 કરોડથી વધુ રકમની ખંડણી કરવાનો છે. જેમાં જેક્લીનનું નામ પણ શામેલ હતું. અભિનેત્રી પર આરોપ હતો કે સુકેશ પાસે કરોડો રૂપિયાની ગિફ્ટ જેકલીને લીધી હતી સાથે જ ઇડીની આરોપ છે કે સુકેશે જેક્લીનના માતા-પિતા અને ભાઈ-બહેનને પણ ગિફ્ટ આપી છે. આ વાત જેકલીને પણ કબૂલી હતી કે સુકેશ તરફથી તેમણાં પરિવાને ગિફ્ટ્સ મળી હતી.

જો કે ગિફ્ટના પૈસા પહેલા અમેરિકા અને ઓસ્ટ્રેલીયા મોકલવામાં આવ્યા હતા એ પછી મોંઘી કાર અને ડોલરમાં ગિફ્ટ આપવામાં આવી હતી. ઇડી સામે સુકેશે પણ જણાવ્યું હતું કે તેને જેક્લીનને કઈ કઈ ભેટો આપી હતી. સાથે જ એ સમયે જેક્લીન અને સુકેશની એક તસવીર પણ ઘણી વાયરલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *