યુવકે ઉર્ફી જાવેદ ના હોટ લૂક જોઈને કરી એવી ડિમાન્ડ, ઉર્ફી એ તો એની હાલત પતલી કરી નાખી,ઉર્ફિ જાવેદ ને બ્લેકમેઇલ કરવામાં આવી રહી હતી , સોશ્યલ મીડિયા પર સ્ક્રીનશોટ શેર કરીને ઊર્ફિ એ માંગી મદદ…જાણો પૂરી વાત,Urfi Javed એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે જણાવ્યું કે પંજાબી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો એક વ્યક્તિ તેને સતત બ્લેકમેલ કરી રહ્યો છે.
અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને ફોટો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે ઉર્ફીએ એક પોસ્ટ શેર કરી પોતાની આપવીતી વર્ણવી છે. ઉર્ફીએ એક લાંબી પોસ્ટ લખી અને કહ્યું કે એક વ્યક્તિ તેને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે. તે તેની તસવીરો સાથે છેડછાડ કરી બ્લેકમેલ કરી રહ્યો હતો.
ઉર્ફીનો દાવો છે કે તે વ્યક્તિએ તેને વીડિયો સેક્સ માટે કહ્યું. તેણે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરાવી છે પરંતુ બે સપ્તાહ બાદ કોઈ કાર્યવાહી થઈ નથી. ઉર્ફીએ જણાવ્યું કે વ્યક્તિ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. આ સાથે ઉર્ફીએ ચેટના સ્ક્રીનશોટ અને વ્યક્તિનો ફોટો પણ પોસ્ટ કર્યો છે.
ઉર્ફી જાવેદે લખ્યું, ‘તો આ વ્યક્તિ મને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે. 2 વર્ષ પહેલા કોઈએ મારા ફોટો સાથે છેડછાડ કરી તેને શેર કરવાનું શરૂ કરી દીધું. મેં તે વિશે બે વર્ષ પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને હું ખરાબ સમયમાંથી પસાર થઈ હતી. મેં 2 વર્ષ પહેલા એક પોસ્ટ કરી હતી જે હજુ પણ મારા પ્રોફાઇલ પર છે. આ વ્યક્તિ તે તસવીરના બદલે મને વીડિયો સેક્સ કરવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો. તેણે કહ્યું કે બાકી આ તસવીર ઘણા બોલીવુડ પેજને આપીશ અને તારૂ કરિયર બરબાદ કરી નાખીશ. હાં, તે મને સાઇબર રેપ કરવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો.’
ઉર્ફી આગળ કહે છે, હું તેનાથી નિરાશ નથી, મેં પહેલીવાર ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 14 દિવસ થઈ ગયા પરંતુ હજુ કાર્યવાહી થઈ નથી. હું ખુબ નિરાશ છું. મેં મુંબઈ પોલીસ વિશે ઘણી સારી વાતો સાંભળી હતી પરંતુ આ વ્યક્તિ પ્રત્યે તેનું વલણ અલગ છે. તે જણાવવા છતાં કે તેણે કેટલી મહિલાઓ સાથે આવું કર્યું છે, કોઈ કાર્યવાહી થઈ નહીં.
આમ પણ આ વ્યક્તિ સમાજ, મહિલાઓ માટે ખતરો છે. તેને આઝાદ થઈને રહેવાની મંજૂરી ન હોવી જોઈએ. ઉર્ફીએ આગળ કહ્યું- ખબર નથી પોલીસ ક્યારે કાર્યવાહી કરશે પરંતુ હું આ વ્યક્તિ વિશે બધાને જણાવવા ઈચ્છતી હતી. તે હજુ પણ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે.