બૉલીવુડ

સિદ્ધાર્થ શુકલાના અવસાન બાદ પ્રેમિકા પડી કોઈ બીજાના પ્રેમમાં? …

સિદ્ધાર્થ શુકલાના અવસાન બાદ પ્રેમિકા પડી કોઈ બીજાના પ્રેમમાં? …,’પંજાબની કેટરીના કૈફ’ તરીકે લોકપ્રિય એવી શહનાઝ ગિલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. શહનાઝની લવ લાઇફ હાલમાં ચર્ચામાં છે. શહનાઝ ગિલ ફરી એકવાર પ્રેમમાં પડી છે. ઉલ્લેખનીય છે કે શહનાઝ એક્ટર સિદ્ધાર્થ શુક્લાના પ્રેમમાં હતી. જોકે, ગયા વર્ષે સિદ્ધાર્થનું અવસાન થયું હતું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શહનાઝ ગિલ તથા ટીવી હોસ્ટ તથા ડાન્સર રાઘવ જુયાલ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. રાઘવ તથા શહનાઝ બંને ફિલ્મ ‘ભાઇજાનનમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ સલમાન ખાનની છે. સેટ પર બંને ખાસ્સો એવો સમય પસાર કરે છે. ચર્ચા છે કે તેમની વચ્ચે મિત્રતાથી વધુ છે. બંનેને એકબીજાની કંપની ઘણી જ ગમે છે. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાઘવ તથા શહનાઝ ઋષિકેશ ફરવા ગયા હતા. બંને સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. હાલમાં બી ટાઉનમાં શહનાઝ તથા રાઘવના સંબંધોની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

રાઘવને જ્યારે શહનાઝ સાથેના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે તે આ અંગે વાત કરવા માગતો નથી, કારણ કે તેના માટે આ બધી વાતો કોઈ જ મહત્ત્વની નથી. ટૂંક સમયમાં તેના અપકમિંગ પ્રોજેક્ટ્સ આવશે અને ત્યારે તે વાત કરશે. ચિંતાની વાત નથી, ટૂંક સમયમાં આ બધું શાંત થઈ જશે. અટકળોને ધ્યાનમાં લેશો નહીં.

શહનાઝ તથા સિદ્ધાર્થ ‘બિગ બોસ 13’ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. ઘરમાં બંને વચ્ચેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. આ શો સિદ્ધાર્થ શુક્લા જીત્યો હતો. શો પૂરો થયા બાદ પણ સિદ્ધાર્થ તથા શહનાઝ વચ્ચે સંબંધો હતા. 2 સપ્ટેમ્બર, 2021ના રોજ સિદ્ધાર્થનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. સિદ્ધાર્થના આકસ્મિક અવસાન બાદ નિકટના મિત્રોએ કહ્યું હતું કે શહનાઝ તથા સિદ્ધાર્થ ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. બંનેએ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *