સલમાન ખાને જેનો શિકાર કર્યો એ ચિંકારા નું સ્ટેચુ થયું તૈયાર, વજન જાણીને જ આંખો ખુલ્લી રહી જશે, એમાંય શીંગડા તો…જુઓ અહીં,બોલિવૂડ એક્ટર સલમાન ખાને જે કાળા હરણનો શિકાર કર્યો, તે ચિંકારાની યાદમાં જોધપુરમાં ભવ્ય સ્મારક તૈયાર થઈ રહ્યું છે. કાળા હરણનું સ્ટેચ્યૂ બનીને તૈયાર છે. આ સ્મારક અહીંના કાંકાણી ગામમાં બનાવવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં જ હરણનું સ્ટેચ્યૂ કાંકાણીમાં સ્થાપિત કરી દેવાશે. આ પહેલા પ્રથમ વખત જુઓ દિવ્ય ભાસ્કરમાં- કાળા હરણની પ્રતિમા.
આગળ વાંચીએ તે પહેલાં આ સમાચાર પર આપવામાં આવેલા પોલમાં ભાગ લઈએ. પછી એક નજર કરીએ ફ્લેશ બેક પર… કેમકે આ સમગ્ર ઘટના લગભગ 23 વર્ષ જૂની છે.આ વાત ઓક્ટોબર 1998ની છે. જોધપુરની આજુબાજુ ફિલ્મ ‘હમ સાથ સાથે હૈ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આરોપ છે કે એક્ટર સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, સોનાલી બેન્દ્રે, નીલમ તેમજ અન્યએ ઘોડા ફાર્મ હાઉસ, ભવાદ અને કાંકાણી ગામમાં કાળા હરણનો શિકાર કર્યો.
હવે તે ઘટના વાંચીએ જેને લઈને ચિંકારાની સ્મૃતિમાં આ પગલું ભરવામાં આવ્યું છે. હેતુ એ જ છે કે લોકોમાં વન્ય જીવો અને પર્યાવરણ પ્રત્યે જાગરુકતા આવે. ચિંકારાનું સ્ટેચ્યૂ ભારે ભરખમ છે. લોખંડ અને સીમેન્ટનું બનેલું છે અને તેનું વજન 800 કિલો છે. જોધપુરના સિંવાંચી ગેટ નિવાસી મૂર્તિકાર શંકરે તેને માત્ર 15 દિવસમાં તૈયાર કર્યું છે. તેમની પાસેથી પણ જાણીએ કે તેમને આ આબેહૂબ દેખાતી ચિંકારાની પ્રતિમા કઈ રીતે તૈયાર કરી.
શંકર જણાવે છે, ‘મેં ચિંકારાની દરેક એન્ગલથી ફોટો એકઠી કરી. ફોટો જોઈને આંગણામાં ચોક વડે સ્કેચ તૈયાર કર્યું. પછી લોખંડ અને સળિયાને જોડીને હરણનું માળખું તૈયાર કર્યું. જે બાદ તેને પ્લાસ્ટિકના કટ્ટાથી બાંધ્યું. પછી તેની ચારે બાજુ સિમેન્ટ ભરી દીધી. સિમેન્ટ સુકાતા પાણી છાંટ્યું.
હરણનો શેપ આપીને તેમાં સિમેન્ટ જામવા દીધું. જે પછી ફિનશિંગનું કામ કર્યું. એક વખત સિમેન્ટથી હરણની આબેહુબ આકૃતિ તૈયાર કર્યા પછી તેના પર કલર પેન્ટ કર્યું. મૂર્તિ પર શીંગડા સિમેન્ટ કે લોખંડના બનાવવાને બદલે અસલી હરણના લગાવ્યા. જંગલમાં મૃત હરણના અવશેષથી શીંગડા લાવીને સ્ટેચ્યૂ પર લગાડવામાં આવ્યા.’
કાંકાણીમાં શિકાર પછી હરણને જ્યાં દફનાવવામાં આવ્યું હતું ત્યાં જ 7 વીઘા વિસ્તારમાં વિશાળ સ્મારક સ્થળ બનાવવામાં આવી રહ્યું છે. સંત-મહાત્મા જેવી ચિંકારાની સમાધિ પણ હશે. વન્યજીવો ખાસ કરીને હરણ માટે એક રેસ્ક્યૂ સેન્ટર પણ બનાવવામાં આવશે. અહીં બીમાર હરણની સારવાર અને તેની દેખભાળ રખાશે.
હરણના શિકાર મામલે બિશ્નોઈ સમાજે લાંબી લડાઈ લડી. સમાજે જ સ્મારક માટે જમીન આપી છે. સ્મારકનું રૂપ આપવા માટે સમાજના 200 લોકો જોતરાયાં. કાંકાણી યુવા નામથી એક ગ્રુપ પણ બનાવ્યું. કાંકાણી સ્મારક બિશ્નોઈ સમાજની પરંપરાઓની યાદ અપાવશે.
અભિનેતા સલમાન ખાનને 20 વર્ષથી પણ વધુ સમય સુધી જોધપુર કોર્ટમાં આવવું પડ્યું. ચિંકારા હરણ શિકાર મામલે દોષી છે. તેને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તે હાલ જામીન પર છે. કેસ હજુ પણ ચાલી રહ્યો છે.