ભારત

એકદમ માણસ જેમ જ ચાલે છે આ બકરો, આ ટેલેન્ટ જોઈને તો રાતો ની ઊંઘ ઊડી જશે-જુઓ વિડીયો

એકદમ માણસ જેમ જ ચાલે છે આ બકરો, આ ટેલેન્ટ જોઈને તો રાતો ની ઊંઘ ઊડી જશે-જુઓ વિડીયો,માણસ પોતાની સુવિધા માટે, પોતાના જીવનને સરળ બનાવવા માટે પ્રાચીન કાળથી પ્રકૃતિ અને પ્રાણીઓનો ઉપયોગ કરતો આવ્યો છે. એ પણ છે કે માણસ તેમનું સન્માન અને પૂજા-અર્ચના કરતો આવ્યો છે. પણ જ્યારે માણસ તેનો અનાદર કરે છે કે તેના ખોટો ઉપયોગ કરે છે, ત્યારે તે તેમનું રોદ્રરુપ પણ જોવા મળે છે. ભૂતકાળમાં આવા ઘણા કિસ્સા આપણે જોયા જ છે.

પ્રકૃતિ અને પ્રાણીઓને નુકશાન પહોંચાડવુ માનવજાતિને ભારે પડે છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા વીડિયો રોજ અપલોડ થતા હોય છે. આવા વીડિયો વાયરલ થતા હોય છે પ્રાણીઓની રમૂજી અને નાદાન હરકતોને કારણે. હાલમાં સોશિયલ મીડિયામાં એક બકરાનો (Goat) વીડિયો વાયરલ (Viral video) થયો છે, જેને જોઈને તમે કહેશો કે આ ગજબનું ટેલેન્ટ છે.

આ વીડિયોમાં બકરાની હરકત અને આજકાલના કેટલાક લોકોની હરકતો જોઈને કેટલીકવાક કહેવાનું મન થશે કે, પ્રાણીઓ માણસ જેવા બનતા જાય છે અને માણસો પ્રાણી જેવા.આપણે માનીએ છે કે પ્રાણીઓમાં માણસ જેવી બુધ્ધિ નથી. તે માણસ જેવા જ્ઞાની નથી. પણ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે વાત ખોટી સાબિત થતી જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં એક બકરો માણસની નકલ કરતો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો પશુપાલન ફાર્મનો લાગી રહ્યો છે. જ્યાં એક બકરો માણસોની જેમ મરઘીઓ વચ્ચે ખુશીથી ફરતો જોવા મળે છે. બકરાને જોઈને ત્યાં હાજર એક કૂકડો પણ તેની નકલ કરવાનો પ્રયાસ કરે છે અને તે પણ માણસોની જેમ ચાલી શકતો નથી. જ્યાં બકરાને પહેલા જ પ્રયાસમાં સફળતા મળે છે અને ચાલતી વખતે તે સીધો એક રુમની અંદર પ્રવેશ કરે છે.

આ વીડિયો ટ્વિટર પર H0W_THlNGS_W0RK નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારો લોકોએ વીડિયોને લાઈક કર્યો છે અને લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે વીડીયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આ બકરી ખરેખર હોશિયાર છે.’ બીજા યુઝરે કોમેન્ટ કરી કે, ‘જાનવરની ટ્રેઈનિંગનું ફળ મળ્યું છે અને તે માણસોની જેમ ચાલવા સક્ષમ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *