ભારત સામેની મેચ અગાઉ પાકિસ્તાન ને મોટો ફટકો, સ્ટાર ખેલાડી ની ગેરહાજરી માં હાર નું સંકટ પડ્યું માથે,યુએઈમાં શરૂ થતા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગષ્ટે ટક્કર થશે. આ મેચ પહેલા પાકિસ્તાની ટીમની ચિંતા વધી ગઇ છે. પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહિન શાહ આફ્રીદી સંપૂર્ણ રીતે ફિટ નથી. શાહિન આફ્રિદી ભારત સામેની મેચમાં બહાર થઇ શકે છે.
પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે આ વાતનો સ્વીકાર કર્યો છે.શાહિન આફ્રિદી હજી ગોઠણની ઈજાથી પીડિત છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી શાહિન આફ્રિદીને ફિટ થવા માટે વધુમાં વધુ સમય આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બાબર આજમે કહ્યું, અમે ડૉકટર્સની સલાહ લઇ રહ્યાં છે. અમારા તબીબો શાહિન આફ્રિદીનો પૂરો ખ્યાલ રાખી રહ્યાં છે.
આફ્રિદીને સ્વસ્થ થવા માટે હજુ વધુ આરામની જરૂર છે. પાકિસ્તાનના કેપ્ટને કહ્યું, આફ્રિદીને હજુ વધુ આરામની જરૂર છે. તેને પોતાની ઈજામાંથી બહાર આવવા માટે હજુ વધુ સમયની જરૂર છે. અમે આફ્રિદીની ફિટનેસ અને હેલ્થ પર નજર રાખી રહ્યાં છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ એશિયા કપ પહેલા સ્વસ્થ થઇ જાય.
પાકિસ્તાને એશિયા કપ માટે શાહિન આફ્રિદી સિવાય વધુ ચાર બોલરોને ટીમમાં સ્થાન આપ્યું છે. હરીસ રાઉફ સિવાય પાકિસ્તાનની ટીમમાં શાહનવાજ ઢહાની, નસીમ શાહ અને મોહમ્મદ વસીમના નામનો સમાવેશ થાય છે.