કેએલ રાહુલ ના નિશાના પર રોહિત-સહેવાગ નો મોટો રેકોર્ડ, વનડે સિરીઝમાં કરવું પડશે બસ ખાલી આટલું જ,ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ 100% ફિટનેસ હાંસલ કર્યા બાદ આ શ્રેણીમાં ભાગ લેવા માટે તૈયાર છે. તે કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યો છે.
ત્રણ મેચની વનડે સિરીઝમાં રાહુલ પાસે રોહિત શર્મા અને વીરેન્દ્ર સેહવાગ જેવા ઘણા મોટા નામોના રેકોર્ડ તોડવાની તક હશે.ODIમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરતા કેએલ રાહુલે 21 મેચની 21 ઈનિંગ્સમાં 46.52ની એવરેજથી 884 રન બનાવ્યા છે. તેણે આ સમયગાળા દરમિયાન 3 સદી સહિત 6 અડધી સદી ફટકારી છે.
હવે જો રાહુલ ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની સિરીઝમાં 116 રન બનાવશે તો તે 1000 વનડે રન બનાવનાર 14મો ભારતીય બની જશે. હાલમાં, સચિન તેંડુલકર, રોહિત શર્મા, વીરેન્દ્ર સેહવાગ સહિત ભારતના 13 ઓપનિંગ બેટ્સમેન આ યાદીમાં સામેલ છે.
કેએલ રાહુલને ઓપનર તરીકે 1000 ODI રન માટે 116 રનની જરૂર છે. જો રાહુલ પ્રથમ મેચમાં 116 રન બનાવી લે છે, તો તે સચિન તેંડુલકર પછી સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 ODI રન બનાવનાર બીજો ભારતીય ઓપનર બની જશે. તમને જણાવી દઈએ કે સચિનને અહીં સુધી પહોંચવામાં 20 ઇનિંગ્સ લાગી હતી. આ સાથે જ રાહુલ પાસે 22 ઇનિંગ્સમાં આ સિદ્ધિ પોતાના નામે કરવાની તક હશે.
જ્યારે આ કિસ્સામાં કેએલ રાહુલ પાસે રોહિત શર્મા અને વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડવા માટે ત્રણ દાવ હશે. વનડેમાં ઓપનર તરીકે રોહિતે 25 ઇનિંગ્સ રમી હતી અને સેહવાગે 1000 રન સુધી પહોંચવા માટે 26 ઇનિંગ્સ રમી હતી.