ભારત

આતંક ની વિરુદ્ધ પહેલી વાર પાકિસ્તાન એ ભર્યું પગલું, હવે સાથે દેખાશે ભારત-પાક ની સેના

આતંક ની વિરુદ્ધ પહેલી વાર પાકિસ્તાન એ ભર્યું પગલું, હવે સાથે દેખાશે ભારત-પાક ની સેના,દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ હોવા છતાં પાકિસ્તાન ઓક્ટોબરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) હેઠળ ભારત દ્વારા આયોજિત થનારી આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લેશે.

તણાવપૂર્ણ સંબંધો હોવા છતાં, પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિરોધી આતંકવાદ કવાયતમાં જોડાશે. ભારત આ વર્ષે આતંકવાદ વિરુદ્ધ આ કવાયતનું આયોજન કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે આવી કોઈ કવાયતમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની સૈન્ય ટુકડી પ્રથમ વખત ભારત આવશે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાની અને ભારતીય સૈનિકોએ સાથે મળીને આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લીધો છે, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે પાકિસ્તાન ભારતમાં આવી કવાયતમાં ભાગ લેશે.

શુક્રવારે, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઇફ્તિખારને અખબારે ટાંકીને જણાવ્યું હતું કે પાકિસ્તાન SCO ના પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્ક (RATS) હેઠળ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લેશે.

પ્રવક્તાએ કહ્યું, “આ કવાયત ઓક્ટોબરમાં ભારતના માનેસરમાં યોજાશે અને પાકિસ્તાન સભ્ય હોવાથી અમે તેમાં ભાગ લઈશું.” નોંધનીય છે કે હરિયાણાના માનેસરમાં યોજાનારી આ કવાયતમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પણ ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *