મનોરંજન

મળી ગયા સૌના ગમતા દયાભાભી, હવે તારક મહેતા શો માં લાગશે ચાર ચાંદ…જુઓ અહીં

મળી ગયા સૌના ગમતા દયાભાભી, હવે તારક મહેતા શો માં લાગશે ચાર ચાંદ…જુઓ અહીં,ટીવી સિરિયલોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોમાં જોવા મળતા તમામ કલાકારો ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે ઘર ઘરમાં અલગ ઓળખ મેળવી છે. જો કે લાંબા સમયથી ચાલતા આ શોમાં દયાબેનનો અભાવ બધાને દેખાઈ રહ્યો છે. એવામાં શો ના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બેનની એન્ટ્રી થવા જઈ રહી છે. પણ દયા બેન તરીકે દિશા વાકાણી નહીં પણ ટીવી અભિનેત્રી કાજલ પીસલ દયાબેન બનીને એન્ટ્રી કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કાજલ પીસલને દયાબેનના રોલ માટે ફાઇનલ કરી દેવામાં આવી છે.

જો કે આ પેલા પણ દયાબેનના કિરદાર માટે ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા પણ બધા નામ અફવા બનીને રહી ગયા હતા. હાલ કાજલ પીસલનું નામ સામે આવ્યું છે. જો કે શો ના મેકર્સ કે અભિનેત્રી કોઈ પણ આ વાતને લઈને કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

કાજલ પીસલ વિશે વાત કરી તો કાજલ ‘બડે અચ્છે લગતે હૈ’ ‘નાગીન’ અને ‘સાથ નિભાના સાથીયા’ જેવી સિરિયલમાં કામ કરી ચૂકી છે. આ પહેલા શો ના પ્રોડ્યુસર આસિત મોદીનું એક નિવેદન બહાર આવ્યું હતું જેમાં એમને કહ્યું હતું કે ‘શો ચાલતો રહેશે, નવા લોકો આવશે અને જશે પણ કિરદાર એ જ રહેશે.’

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી દિશા વાકાણી ઉર્ફે દયા બેનને લઈ સિરિયલના પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મે અને દિશા વાકાણીએ 4 વર્ષથી વાત કરી નથી. દિશા વાકાણી ઉર્ફે દયા બેન ભલે છેલ્લા 5 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ ન હોય, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તે સતત ચર્ચામાં છે. આ શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી દર્શકોના સૌથી પ્રિય પાત્રોમાંનું એક હતું, જેને ચાહકો હજુ પણ મિસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *