ગુજરાત

મહિલા કોંગ્રેસ નેતા ના આ નિવેદન પર ભડકયા હર્ષ સંઘવી, આપી દીધો સળસડતો જવાબ, કહ્યું તમારી ગંદી રાજનીતિ…

મહિલા કોંગ્રેસ નેતા ના આ નિવેદન પર ભડકયા હર્ષ સંઘવી, આપી દીધો સળસડતો જવાબ, કહ્યું તમારી ગંદી રાજનીતિ…,કોંગ્રેસ નેતા નતાશા શર્માના વિવાદિત ટ્વિટ પર રમતગમત મંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતો જવાબ આપતા ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આવું પહેલીવાર નથી થયું કે કોંગ્રેસે દેશ કે ગુજરાતની નિંદા કરી હોય. વિભાજનની ગંદી રાજનીતિ તમારા લોહીમાં છે.

અખંડ રાષ્ટ્રનો વિચાર અમારી નસોમાં છે. આખરે કોંગ્રેસ ગુજરાત માટે આટલી નફરત ક્યાંથી લાવો છો. અહીં ફરી એકવાર તેમનું પાત્ર ગુજરાતની જનતા સમક્ષ આવ્યું છે! ખેલાડીઓનું અપમાન કરવાનું બંધ કરો. ગુજરાતના ખેલાડીઓએ #CommonwealthGames માં 5 મેડલ જીત્યા છે. ભારતે 61 મેડલ સાથે વિશ્વમાં ટોચના 5માં સ્થાન આપ્યું છે.

સંઘવીએ વધુ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘કોંગ્રેસની આ માનસિકતા માટે તેઓએ ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓની માફી માંગવી જોઇએ. આ પ્રકારના અપમાનજક શબ્દોથી રમતગમતના ક્ષેત્રમાં દેશને તોડવો એ ખૂબ જ નીંદનિય છે. જ્યારે સત્તામાં હતા ત્યારે અને આજે પણ કોંગ્રેસ દેશને તોડવાનું જ કામ કરી રહી છે.’

વધુમાં સંઘવીએ ટ્વિટ કરીને એમ પણ કહ્યું કે, ‘દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીને આવનારા 25 વર્ષને સુવર્ણ બનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ “ટીમ સ્પિરિટ” સાથે આપણા મહાન દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.’

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા નતાશા શર્માએ ખેલજગતના ખેલાડીઓનું અપમાન કરતા ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘કોઇ ગુજરાત સે ભી ગોલ્ડ મેડલ લાયા હૈ ખેલો મે, યા ફિર બેંક લૂંટકર ભાગને મેં હી ગોલ્ડ મેડાલિસ્ટ હૈ’. જો કે આ ટ્વિટ બાદ લોકોએ તેઓને ટ્રોલ કરવાના શરુ કર્યા હતા. સોશિયલ મીડિયા લોકો ખાસ કરીને ગુજરાતીઓ તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી સણસણતો જવાબ આપી રહ્યાં છે. સાથે લોકોએ નતાશાના જ્ઞાનને લઈને પણ સવાલો ઊભા કર્યા હતા. લોકો હવે નતાશાને ન્યૂઝ પેપર વાંચી અપડેટ રહેવા માટે સલાહ આપી હતી.

જો કે, બાદમાં લોકોએ નતાશાને બરાબરનો જવાબ આપતા સોશિયલ મીડિયા પર ઉધડો લેતા તેમણે ટ્વિટ હટાવી દીધું હતું અને બાદમાં લોકો પાસે માફી પણ માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *