‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ગામેગામ તિરંગા પહોંચાડવા સુરતીઓએ ગજબનું ભેજું દોડાવ્યું, જુઓ અહીં,આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સુરત ટેક્સટાઇલ વેપારી દ્વારા પ્રશંસનિય મુહિમ હાથ ધરવામાં આવી છે. સુરત રઘુકુળ માર્કેટના વેપારીઑ દ્વારા દેશભરમાં 5 લાખ તિરંગાનું વિતરણ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સુરત ટેક્સટાઇલ યુનિટમાં સાડીના દરેક બોક્સમાં સાડીની સાથે તિરંગો મોકલવામાં આવી રહ્યો છે.
એક જ દિવસમાં 40 હજારથી વધુ તિરંગા મોકલાયા છે જે 15 ઓગાષ્ટ સુધી શરૂ રાખવામાં આવશે. દરેક ગામ અને ઘર-ઘર સુધી તિરંગો પહોંચે અને લોકો હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બને તે માટે અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તિરંગા ઉપરાંત સાડીનું બોક્સ પણ તિરંગા કલરમાં તૈયાર કરવામાં આવ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવની આંનદના અવસર પરને લઇને તમામ દેશવાસીઑમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરોમાં આસાનીથી રાષ્ટ્રધ્વજ મળી રહે છે પરંતુ ગામડાના મધ્યમ અને શ્રમિક વર્ગના લોકોમા પણ દેશભાવના વધુને વધુ જાગૃત થાય અને તેમને પણ રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે સુરત ટેક્સટાઇલ વેપારી દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અનોખી દેશભક્તિના આ અભિયાનના શ્રી ગણેશ કરીને એક જ દિવસમાં 40 હજારથી વધુ તિરંગા મોકલી પણ દેવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસ નજીક હોવાથી રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ટેક્સટાઇલ યુનિટો દિવસ-રાત મશીનો ચાલુ રાખી ત્રિરંગો બનાવી રહ્યા છે.
આઝાદી કા અમૃત મહોત્સવને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન સૂચવવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની શરૂઆત 13 ઓગસ્ટ 2022ના રોજ થશે. આ અભિયાન 15મી ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે, જે ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ છે. આ અભિયાનને લઇને દેશવાસીઑમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.