ભાઈને ક્યારે રાખડી બાંધવી? જાણો રક્ષાબંધન નું શુભ-મુહૂર્ત તથા તારીખ
ભાઈને ક્યારે રાખડી બાંધવી? જાણો રક્ષાબંધન નું શુભ-મુહૂર્ત તથા તારીખ,રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમને દર્શાવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે બે પૂનમ આવી છે. 11 અને 12 ઑગષ્ટે પૂનમ છે. ત્યારે બંનેમાઁથી કયા દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવી, કયો દિવસ રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ છે, આવો જાણીએ ..
હિંદુ કેલેન્ડર અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ 11 ઓગસ્ટના રોજ સવારે 10:38 વાગ્યે શરૂ થશે, જે 12 ઓગસ્ટના રોજ સવારે 07:5 વાગ્યા સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં છે કે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટે ઉજવવામાં આવશે કે 12મી ઓગસ્ટે.
જ્યોતિષીઓના મતે 11 ઓગસ્ટના રોજ ભદ્રા કાળની છાયાને કારણે કેટલાક લોકો 12 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવશે.11 ઓગસ્ટે ભદ્રકાલ સવારથી રાત્રે 08:51 સુધી છે. હિંદુ માન્યતાઓ અનુસાર, સૂર્યાસ્ત પછી કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ છે.
તેથી બહેનો તેમના ભાઈને ન તો ભદ્રકાળમાં કે રાત્રે રાખડી બાંધી શકે છે. એટલા માટે કેટલાક પંડિતો 12મી ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવાનું શુભ માને છે. જો તમે 12 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવી રહ્યા છો, તો સવારે 07:05 પહેલા ભાઈના કાંડા પર રાખડી બાંધો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ દિશામાં અને બહેનનું મુખ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.સૌ પ્રથમ, બહેનો તેમના ભાઈને કપાળે ટીકો કરો અને અક્ષત લગાવો. ઘીના દીવાની આરતી ઉતારો, ત્યારબાદ મીઠાઈ ખવડાવી ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો.