3 પુરુષો એ એક સાથે મહિલાને દાન કર્યું સ્પર્મ, પ્રેગનેટ થઈ તો રહી ગઈ હેરાન,લેસ્બિયન કપલની માંગ પર ત્રણ પુરુષોએ તેમને સ્પર્મ ડોનેટ કર્યા. બાળકના જન્મ બાદ આ ત્રણેય શખ્સોએ એક વીડિયો દ્વારા આવું સત્ય જાણી લીધું જે જાણીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં આ કપલે બાળક માટે ત્રણેય પુરૂષોના સ્પર્મ મિક્સ કર્યા હતા. જેના કારણે બાળકનો પિતા કોણ છે તે જાણી શકાયું નથી.
એક લેસ્બિયન કપલ બાળકને જન્મ આપવા માંગતું હતું. આ માટે કપલે ફેસબુક ગ્રુપ દ્વારા પુરૂષો પાસેથી સ્પર્મની માંગણી કરી હતી. આ પછી 3 પુરુષો સ્પર્મ ડોનેશન માટે તૈયાર થયા. પણ પછી એક ચોંકાવનારી ઘટના બની.લેસ્બિયન કપલે ત્રણેય પુરૂષોના સ્પર્મ લીધા હતા. પરંતુ જે લોકોએ સ્પર્મ આપ્યા હતા તેમને લાગ્યું કે મહિલા ત્રણ નહીં પરંતુ માત્ર તેમના સ્પર્મ લઈ રહી છે.
મામલો ઓસ્ટ્રેલિયાની રાજધાની સિડનીનો છે. સપ્ટેમ્બર 2021 માં લોકડાઉન દરમિયાન, દંપતીએ ત્રણ અલગ-અલગ પુરુષો પાસેથી શુક્રાણુ લીધા હતા. તે પુરૂષોને જાણ કર્યા વિના દંપતીએ ત્રણેયના વીર્યનો એકસાથે ઉપયોગ કર્યો અને મહિલા પણ ગર્ભવતી બની.
આમાંથી એક પુરુષે કિડસ્પોટ સાથેની વાતચીતમાં કહ્યું- નૈતિક રીતે બાળક માટે પુરુષોના સ્પર્મને મિક્સ કરવું યોગ્ય નથી. ખાસ કરીને જ્યારે અમને તેના વિશે જાણ પણ કરવામાં આવી ન હતી અને અમારી પાસેથી સંમતિ લેવામાં આવી ન હતી.
વાસ્તવમાં, કપલે ઓક્ટોબર 2020માં ફેસબુક ગ્રુપ પોસ્ટ દ્વારા ડોનરની માંગણી કરી હતી. જે ત્રણ શખ્સોએ સ્વીકારી હતી. બાળકના જન્મ પછી, પુરુષોએ ટિકટોક પર એક વીડિયો જોયો. આમાં દંપતીએ જણાવ્યું કે તેઓએ ત્રણેય પુરૂષો પાસેથી મળેલા શુક્રાણુઓને મિક્સ કરીને વાપર્યા.
હવે આ લોકોને ખબર નથી કે બાળક ભારતીય છે, ચાઈનીઝ છે કે ઓસ્ટ્રેલિયન છે. જો કે, દંપતીએ આમાંથી એક વ્યક્તિને કહ્યું છે કે તેઓ બાળકના ડીએનએ ટેસ્ટ કરાવી રહ્યા છે.તે જ સમયે, સત્ય જાણ્યા પછી, સ્પર્મ ડોનેટ કરનાર એક વ્યક્તિએ કહ્યું- હું બાળક માટે ખૂબ જ ઉત્સાહિત હતો.
પણ સત્યની જાણ થતાં જ હું દુઃખી થઈ ગયો. એવું લાગે છે કે હું કોઈ વસ્તુ માટે છેતરાઈ ગયો છું જે હું મફતમાં આપતો હતો.બીજા દાતાએ કહ્યું- આ બરાબર નથી. જો દંપતીએ અગાઉ આ વિશે જણાવ્યું હોત તો તેઓએ સ્પર્મ ડોનેટ ન કર્યું હોત.