બૉલીવુડ

લોકોને લાગે છે હું ભારત દેશને પ્રેમ કરતો નથી, બહિષ્કાર કરવાની માંગ ઉઠતા આમિર ખાને કહી દીધું આવું આવું…જાણો અહીં

લોકોને લાગે છે હું ભારત દેશને પ્રેમ કરતો નથી, બહિષ્કાર કરવાની માંગ ઉઠતા આમિર ખાને કહી દીધું આવું આવું…જાણો અહીં,બોલિવૂડ એક્ટર આમિર ખાન લગભગ ચાર વર્ષ પછી ‘લાલ સિંહ ચઢ્ઢા’દ્વારા મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે.અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

પોતાની ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા આમિર ખાને મીડિયા સાથે વાતચીત કરી અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ આપ્યા.આ દરમિયાન આમિર ખાનને ‘બૉયકોટ લાલ સિંહ ચઢ્ઢા’ ટ્રેન્ડ વિશે પણ પૂછવામાં આવ્યું હતું.જ્યારે મીડિયાએ આમિર ખાનને સોશિયલ મીડિયા પર ‘બૉયકોટ લાલ સિંહ ચઢ્ઢા’ના ટ્રેન્ડ વિશે પૂછ્યું, ત્યારે અભિનેતાએ કહ્યું,”બોલિવૂડનો બહિષ્કાર કરો , આમિર ખાનનો બહિષ્કાર કરો… લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરો”…

મને પણ દુઃખ થાય છે કારણ કે તેઓ માને છે કે હું એવા લોકોની યાદીમાં છું જેઓ ભારતને પસંદ નથી કરતા…અને તે બિલકુલ અસત્ય છે.હું દેશને ખરેખર પ્રેમ કરું છું….જો કેટલાક લોકો આવું વિચારે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે આવું નથી તેથી કૃપા કરીને મારી ફિલ્મોનો બહિષ્કાર કરશો નહીં, કૃપા કરીને મારી ફિલ્મો જુઓ.”

હકીકતમાં,૨૦૧૫ માં આમિર ખાન એક કથિત ટિપ્પણીને કારણે ચર્ચામાં આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે,આપણો દેશ ખૂબ જ સહિષ્ણુ છે,પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ દુરાચાર ફેલાવી રહ્યા છે.એટલું જ નહીં,આમિર ખાનની પૂર્વ પત્ની અને ફિલ્મ નિર્માતા કિરણ રાવે કહ્યું હતું કે તે પોતાના બાળકોની સુરક્ષા માટે દેશ છોડવાનું વિચારી રહી છે.

આ જૂના નિવેદનને કારણે નેટીઝન્સ તેમને હિંદુ વિરોધી અને ભારત વિરોધી કહી રહ્યા છે.નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ ૧૧ ઓગસ્ટ,૨૦૨૨ પર મુલતવી રાખી હતી.લોકોને લાગે છે હું ભારત દેશને પ્રેમ કરતો નથી, બહિષ્કાર કરવાની માંગ ઉઠતા આમિર ખાને કહી દીધું આવું આવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *