જો તમે તારક મહેતા શો ના સાચા ફેન હસો તો તમે ઓળખી જશો આ નાની દીકરી કોણ છે એ – જાણી ને ચોંકી જશો,ફોટામાં પિતાની સાથે દેખાઈ રહેલી આ નાનકડી બાળકી કોઈ બીજું નહીં, પરંતુ મુનમન પોતે છે. બબીતાજી તરીકે જાણીતી બનેલી અભિનેત્રી ફાધર્સ ડેના અવસર પર આ ફોટોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જે ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
દરેક ઘરમાં જાણીતો પોપુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં દરેક પાત્રોની ભૂમિકા લોકોને પસંદ પડી રહી છે. એટલું જ નહીં, તારક મહેતાના તમામ કલાકારોએ પણ પોતાની અદાકારીથી લોકોના દિલોમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો તમે આ કોમેડી શોના પાક્કાવાળા ફેન છો તો તમે આ ફોટાને જોઈને તાત્કાલિક જણાવી દેશો કે પિતાની સાથે નજરે પડનાર નાનકડી માસૂમ બાળકી કોણ છે? જોકે, ઘણા લોકોને આ ફોટોને ઓળખવામાં મહેનત કરવી પડી રહી છે.
ફોટામાં પિતાની સાથે દેખાઈ રહેલી આ નાનકડી બાળકી કોઈ બીજું નહીં, પરંતુ મુનમન પોતે છે. બબીતાજી તરીકે જાણીતી બનેલી અભિનેત્રી ફાધર્સ ડેના અવસર પર આ ફોટોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જે ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં મુનમુન પિતાની સાથે નજરે પડી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં મુનમુનના પિતાનું નિધન થઈ ગયું હતું, જેના કારણે તે ઉંડા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી.
થોડાક સમય પહેલા અહેવાલ મળ્યા હતા કે મુનમુન દત્તા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કો સ્ટાર રાજ અનાદકતને ડેટ કરી રહી છે, જે ઉંમરમાં તેનાથી 9 વર્ષ નાનો છે. આ અહેવાલ ફેલાતા જ મુનમુનને જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી, જેના કારણે તે ખરાબ રીતે ભડકી હતી. બબીતાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા ટ્રોલર્સને જોરદાર ફટકાર લગાવી હતી અને બન્નેના સંબંધોને લઈને ફેલાઈ રહેલા અહેવાલોને નકારી દીધા હતા. બબીતાજીએ એટલે સુધી કહી દીધું હતું કે, મને હવે ભારતની બેટી કહેવાડાવવામાં શરમ આવી રહી છે.
મુનમુન દત્તા સોશિયલ મીડિયા સ્ટાર છે, તે તાજેતરમાં પોતાની તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. મુનમુન દત્તા તાજેતરમાં પોતાના ડાન્સિંહ સ્કિલ્સથી ફેન્સને દિવાના બનાવી રહી છે. હાલમાં મુનમુન દત્તાએ આ વાતની જાણકારી પણ આપી છે કે તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું શુટિંગ કરી રહી છે. મુનમુન ઘણા દિવસોથી શોમાંથી ગુમ છે, ત્યારબાદ લોકો એવો ક્યાસ લગાવી રહ્યા છે કે તેઓએ શો છોડી દીધો છે.