ભારત સ્પોર્ટ્સ

દરજીની દીકરી શૈલીએ રચ્યો ઇતિહાસ, લાંબી કુંદમાં ભારતને અપાવ્યો સિલ્વર મેડલ…કમેન્ટમાં બધાઈ આપીએ

દરજીની દીકરી શૈલીએ રચ્યો ઇતિહાસ, લાંબી કુંદમાં ભારતને અપાવ્યો સિલ્વર મેડલ…કમેન્ટમાં બધાઈ આપીએ,શૈલીએ 6.59 મીટર ઊંચી છલાંગ લગાવીને દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. શૈલી ગોલ્ડ મેડલ ફક્ત એક સેન્ટિમીટરથી ચૂકી ગઈ હતી. જો ફક્ત એક સેન્ટિમિટર જેટલો વધારે ઊંચો કૂદકો લગાવ્યો હોત તો તેણે ગોલ્ડ મેડલ જીતી લીધો હોત.

શૈલી હવે અંડર-20 વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે. લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ જીતનારી સ્વીડનની 18 વર્ષીય માજા અસકાગે 6.60 મીટરની છલાંગ લગાવી અને શૈલી કરતા ફક્ત એક સેન્ટિમીટર આગળ રહી હતી.

ઝાંસીની રહેનારી શૈલીએ મહિલાઓની લાંબી કૂદના ફાઈનલમાં પહેલા અને બીજા પ્રયાસમાં 6.34 મીટરની છલાંગ લગાવી હતી. પરંતુ ત્યાર બાદ ત્રીજા પ્રયાસમાં તેણે 6.59 મીટરની છલાંગ લગાવી. તેનો ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો પરંતુ છેલ્લા પ્રયાસમાં તેણે 6.37 મીટરનું અંતર પૂરુ કર્યું.

શૈલીને ભારતની ભવિષ્યની આંતરરાષ્ટ્રીય સ્ટાર માનવામાં આવે છે. શૈલીની સફળતા પાછળ તેની માતાનો મોટો ફાળો છે. તેની માતાએ તેને એકલા પંડ્યે મોટી કરી. માતા દરજીકામ કામ કરીને ઘર ચલાવી રહી છે. શૈલીની રમત ચાલુ રાખવા માટે તેણે તમામ પ્રકારનો સંઘર્ષ કર્યો અને અનેક આર્થિક મુશ્કેલીઓની વચ્ચે શૈલીની મોટી કરી અને તેને સતત પ્રેરણા આપી. શૈલી યુપીના ઝાંસીની રહેવાશી છે.

શૈલી હાલમાં બેંગ્લુરુની લાંબી કૂદની પ્રસિદ્ધ એથલેટ અંજુ બોબી જ્યોર્જ એકેડમીમાં તાલીમ લઈ રહી છે. અંજૂના પતિ બોબી જ્યોર્જ તેના કોચ છે. શૈલીએ જુનમાં 6148 મીટર છલાંગ લગાવીને રાષ્ટ્રીય આંતરરાજ્યીય ચેમ્પિયનશીપ જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *