કોહલીએ સિલેક્ટર્સ ના મોઢે કહી દીધું કે…. વિરાટની ટીમમાં વાપસી ને લઈને આવ્યું મોટું અપડેટ,ઝિમ્બાબ્વે સામેની આગામી વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈજાના કારણે કેએલ રાહુલ ફરી આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને ટીમ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શક્યો નથી.
આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ આ સીરિઝનો હિસ્સો બની શકે છે, પરંતુ એવું થયું નથી. શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે વન ડે શ્રેણી રમશે.
ઇજાગ્રસ્ત કેએલ રાહુલે આ શ્રેણીમાં સામેલ ન થયા બાદ અને કેવી રીતે તે અત્યારે ફિટ થવાના આરે છે તે અંગે ફેન્સને સંદેશ આપ્યો હતો.વિરાટ કોહલીની લેટેસ્ટ અપડેટ શું છે અને તે ક્યારે પરત ફરશે તે સવાલ દરેકના મનમાં છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પણ ભાગ ન લેનાર વિરાટ કોહલી હવે એશિયા કપથી મેદાન પર પરત ફરી શકે છે.
મીડિયા રીપોર્ટ અનુસાર વિરાટ કોહલી ઓગસ્ટમાં યોજાનારા એશિયા કપમાં વાપસી કરશે અને તે પછી તે લગભગ તમામ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. આ માટે વિરાટ કોહલીએ પસંદગીકારો સાથે પણ વાત કરી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, વિરાટ કોહલીએ સિલેક્ટર્સ સાથે વાત કરી છે, તે એશિયા કપથી ટીમ સાથે રહેશે.
કારણ કે એશિયા કપ બાદ ટીમ ઇન્ડિયા પાસે ટી-20 વર્લ્ડકપ સુધી સમય નહીં રહે અને સતત મેચો પણ રહેશે. જણાવી દઈએ કે વિરાટ કોહલી ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે અને આશા રાખવામાં આવી રહી હતી કે તે ઝિમ્બાબ્વે સામે વનડે સિરીઝ રમી શકે છે. જેથી તે ફરીથી ફોર્મમાં આવી શકે, જોકે તેણે આરામ કર્યો હતો.