LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને રાહત મળી છે કારણ કે આજે કોમર્શિયલ LPG સિલિન્ડર (19 kg)ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 36 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે આઈઓસીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, હોટલ, ઢાબા અને અન્ય કોમર્શિયલ યુઝર્સને 19 કિલોના સિલિન્ડર દીઠ રૂ. 36 સસ્તા થવાનો મુખ્ય ફાયદો મળશે.
સબસિડી વગરના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ આજે ન તો મોંઘા થયા છે અને ન તો સસ્તા થયા છે. 14.2 કિલોનું ઘરેલું LPG સિલિન્ડર 6 જુલાઈના દરે ઉપલબ્ધ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.જો આપણે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો પર નજર કરીએ તો તે 1000 રૂપિયાથી વધુ રહી ગઈ છે. તે દિલ્હીમાં 1053 રૂપિયા, મુંબઈમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયામાં મળી રહ્યો છે અને તેની કિંમતોમાં કોઈ રાહત નથી.
દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાના ઘટાડા બાદ તે 1976.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. અગાઉ તેની કિંમત 2012.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. જ્યારે કોલકાતામાં LPG સિલિન્ડરની કિંમતમાં 36.50 રૂપિયાના ઘટાડા બાદ તે 2095.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.
પહેલા તેની કિંમત 2132 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. મુંબઈમાં LPG સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાના ઘટાડા બાદ તે 1936.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે જે પહેલા 1972.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો.ચેન્નાઈમાં LPG સિલિન્ડરમાં 36.50 રૂપિયાના ઘટાડા બાદ તે 2141 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. . પહેલા તેની કિંમત 2177.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.