બૉલીવુડ

આલિયા સોનમ ની પ્રેગ્નન્સી ના સમાચાર વચ્ચે વધુ એક અભિનેત્રીએ આપી દીધું સરપ્રાઈઝ, જોઈને ચોંકી જશો

મનોરંજનની દુનિયામાં હાલ ઘણા સેલિબ્રિટીના ઘરે કિલકારીઓ ગુંજવા જઈ રહી છે. સોનમ કપૂરથી લઈને આલિયા ભટ્ટ સુધી ઘણી અભિનેત્રીઓ પ્રેગ્નેટ છે અને ખૂબ જલ્દી ડિલિવરી માટે પણ તૈયાર છે. આ બધા વચ્ચે વધુ એક એક્ટ્રેસ પ્રેગ્નેટ છે એવી ખબર બહાર આવી છે. આ સાથે જ એમને તેનું બેબી બમ્પ બતાવીને ફેન્સને સરપ્રાઈજ આપ્યું છે.

ટીવી સ્ટાર કપલ વીન્ની અરોડા અને ધીરજ ધૂપર ખૂબ જલ્દી જ તેના બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. પ્રેગનેસી અનાઉન્સ કર્યા પછી વીન્ની અરોડાનું બેબી બંપ મેટરનીટી ફોટોશુટ હાલ સોશ્યલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.

લોકો આલિયા અને સોનમના બાળકની રાહમાં હતા એવામાં ટીવી સ્ટાર કપલે બેબી બમ્પની તસવીરો શેર કરીને ચાહકોને ખૂબ મોટી ભેટ આપી છે. બંનેએ ઘણી તસવીરો શેર કરી છે જેમાં કપલ ખૂબ જ સુંદર અને ગળાડૂબ પ્રેમમાં નજર આવે છે.

આ કપલે એપ્રિલમાં ખુશખબરી લોકો સાથે શેર કરી હતી અને એ પછી સોનોગ્રાફીની તસવીર શેર કરતાં જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં તેઓ તેમના બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. એવામાં હાલ એમને બેબી બમ્પ ફલોનત કરતી તસવીરો સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી છે.

તસવીરો હાલ ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો આ કપલને વધામણી આપી રહ્યા છે. સાથે જ ઘણી સારી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *