કરોડોની કમાણી છતાં પણ ઢોલ વગાડવા પહોંચ્યા રોકી ભાઈ? વિડીયો જોઈને સૌ કોઈ હેરાન…જુઓ અહીં,સોશ્યલ મીડિયામાં દરરોજ ઘણા વિડીયો વાયરલ થતાં રહે છે. જેમાં અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળે છે. કોઇ ફની વિડીયો હોય છે તો કોઇ વખત કોઇ ઘટના કે સ્ટંટના વિડીયો હોય છે.
ઘણી વખત એવા વિડીયો જોવા મળે છે જે જોઈને લોકોને શુ પણ આવે છે અને લોકો ચોંકી પણ જાય છે. આ વખતે સોશ્યલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે એ જોઈને બે સેકન્ડ માટે તમે વિચારમાં પડી જશો કે આ મારી આંખો સાચું જ જોઈ રહી છે ને..
#Yash #KGF2 loved this fun #Healthy_Memes #Trolls #Yash19 pic.twitter.com/MgvQh9JzZz
— Aaryan Gowda (@aaryan4qa) July 26, 2022
હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને એ વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ ઢોલ વગાડતો નજર આવી રહ્યો છે. જો કે જેટલા લોકોએ પણ પહેલી વખત આ વિડીયો જોયો એ લોકોની આંખો થોડા સમય માટે વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરી ગઈ છે. આ વિડીયોમાં જે વ્યક્તિ ઢોલ વગાડી રહ્યો છે એ ફિલ્મ KGF ના રોકી ભાઈ જેવો લાગી રહ્યો છે. એમને ફિલ્મના એક્ટર યશ જેવી જ હેર સ્ટાઈલ અને દાઢી રાખી છે.
એ વ્યક્તિ કોઈના લગ્ન પર ઢોલ વગાડી રહ્યો છે અને રોકી ભાઈ જેવો દેખાવવાને કારણે તેનો એ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયો જોઈને લોકોની આંખો એક વખત એ વ્યક્તિ કોણ છે એ ઓળખવામાં ભૂલ કરઇ ગઈ છે, તમે પણ જુઓ વિડીયો..