સેંકડો મગરોની વચ્ચે થી ખુલ્લેઆમ નીકળી ગયો શૂરવીર, વિડીયો જોનારાઓ દંગ રહી ગયા…જુઓ વિડીયો,આમ તો ધરતી પર પ્રાણીઓની સેકડો પ્રજાતિઓ છે, પરંતુ તેમાંથી કેટલીક ખતરનાક અને જીવલેણ હોય છે. જેમાં સિંહ, વાઘ અને ચિતાનો સમાવેશ થાય છે. આ તો જમીન પર રહેનારા જીવ છે, પરંતુ પાણીમાં રહેતા પ્રાણીઓ પણ વધુ ખતરનાક હોય છે.
જેમાં મગરનુ નામ સૌથી ઉપર આવે છે. કહેવાય છે કે મગર પાણીની અંદર સિંહથી પણ વધુ ખતરનાક હોય છે. એવામાં માણસ તેની સામે ક્યાથી ટકી શકશે. મગર માણસને ફાડી નાખશે. પરંતુ હાલમાં મગરનો એક વીડિયો એવો સામે આવ્યો છે, જેને જોઇને તમે પણ ચોંકી જશો.
માણસ મગરની સામે નિકળવાની હિંમત પણ કરી શકતો નથી. પરંતુ હાલમાં એક વાયરલ વીડિયોમાં એક અલગ નજારો જોવા મળે છે. અહીં તો એક શખ્સ હોડીમાં બેસીને સેકડો મગરની સામેથી પસાર થાય છે અને મગર તેનુ કશુ બગાડતા નથી.
#BREAKING Gator Soup!
— Breaking HaHa! (@BreakingHaHa) July 22, 2022
વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક હોડી જંગલી વિસ્તારમાંથી પસાર થઇ રહી છે અને થોડુ આગળ જતા જ મગરનો એક સમૂહ દેખાય છે. એક જ જગ્યાએ અસંખ્ય મગર હોય છે, જે હોડીને પોતાની તરફ આવતી જોઇને અલગ-અલગ જગ્યાએ ભાગવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ હોડી થોડી આગળ વધે છે અને બીજા મગર પણ પાણીમાં ભટકતા દેખાઈ રહ્યાં છે.
આશ્ચર્યની વાત એ હતી કે હોડીમાં બેઠેલો શખ્સ જરા પણ ગભરાતો નથી અને મગરના સમૂહ વચ્ચેથી પસાર થાયૉ છે. હવે આટલા બધા મગર એકસાથે જોશો તો કોઈ પણ માણસના રૂંવાડા ઉભા થઇ જાય પરંતુ હોડીમાં બેઠેલો શખ્સ જરા પણ ગભરાતો નથી.