સ્પોર્ટ્સ

વિકેટ લીધા બાદ બોલર એ એવી રીતે કર્યું સેલિબ્રેટ, ICC પણ જોતા રહી ગયું હેરાન…વિડીયો

વિકેટ લીધા બાદ બોલર એ એવી રીતે કર્યું સેલિબ્રેટ, ICC પણ જોતા રહી ગયું હેરાન…વિડીયો,ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની અલગ-અલગ ઉજવણી જોવા મળે છે. કેટલાક ઉત્સાહમાં બૂમો પાડે છે, પછી કોઈ ડાન્સ જોવા મળે છે. આ દરમિયાન, એક નવી ઉજવણી સામે આવી છે, જે ક્રિકેટ ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે.

સર્બિયન ક્રિકેટરે વિકેટ લીધા બાદ એવી ઉજવણી કરી કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ICC T20 વર્લ્ડ કપના પેટા-પ્રાદેશિક ક્વોલિફાયરની મેચમાં સર્બિયા અને આઈલ ઓફ મેનની ટીમો આમને-સામને હતી.

આ મેચ દરમિયાન જ્યારે સર્બિયાના આયો મેને-એજેગીએ વિકેટ લીધી ત્યારે તેણે શાનદાર ઉજવણી કરી હતી.વિકેટ લેતાની સાથે જ તે જમીન પર પટકાયો અને ત્યાં જ સૂઈ ગયો. જ્યારે તે સૂતો હતો ત્યારે ખેલાડીઓ આવ્યા અને તેને હાઈ-ફાઈવ્સ આપ્યા. આયો મેને-એજેગીએ દરેક વિકેટ પછી આવું જ કર્યું.

ICCએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જે વાયરલ થયો છે. ટ્વિટર પર પણ ઘણા યુઝર્સે આ વીડિયોને ટ્વિટ કર્યો છે. 31 વર્ષીય આયો મેને-એજેગીએ સર્બિયા માટે 11 ટી20 મેચ રમી છે, જેમાં તેના નામે 11 વિકેટ છે. આ જ મહિનામાં તેણે 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જે ટી20માં તેનો સર્વશ્રેષ્ઠ આંકડો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *