મનોરંજન

તારક મહેતાની રીટા રિપોર્ટર બીજી વાર દુલ્હન બની, જોઈને તમે પણ ખુશ થઈ જશો

તારક મહેતાની રીટા રિપોર્ટર બીજી વાર દુલ્હન બની, જોઈને તમે પણ ખુશ થઈ જશો,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ (Taarak Mehta Ka Ooltah Chashmah Show) ટીવીના પૉપ્યૂલર શૉમાં ટૉપ પર ગણાય છે. દરેક ઉંમરના લોકો આ શૉને જુએ છે અને આ શૉની ટીઆરપી પણ ખુબ છે, જોકે, હવે આ શૉને લગતા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં ખુશખબરી છે કે શૉની એક એક્ટ્રેસે લગ્ન કરી લીધા છે, અને તેનો વીડિયો તેને ખુદ શેર કર્યો છે.

તારક મહેતાની એક્ટ્રેસનો વીડિયો સામે આવ્યો છે, અને આ તે લગ્ન મંડપમાં તેનો પતિ તેની માંગમાં સિંદુર ભરી રહ્યો છે. આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં પરંતુ તારક મહેતાની રિટા રિપોર્ટર છે. શૉમાં રિટા રિપોર્ટરની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ પ્રિયા આહુજા (Priya Ahuja) એ લગ્ન કરી લીધા છે.

ગયા વર્ષે જ રિટ રિપોર્ટરે પોતાની 10મી એનિવર્સરી પર નિર્દેશક અને પતિ માલવ રાજદા (Malav Rajda) સાથ સાત ફેરા લીધા હતા, આ લગ્ન કપલે 19 નવેમ્બરે કર્યા હતા, કેમ કે પોતાના લગ્નના વાયદાને આ કપલ ફરીથી યાદ કરવા માંગતુ હતુ. હવે એકવાર ફરીથી પ્રિયા આહુજા (Priya Ahuja)એ પોતાના લગ્નના દિવસો યાદ કરતા સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.


જે જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011માં 19 નવેમ્બરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ પ્રિયા આહુજાએ માલવ રાજદા સાથે સાત ફેરા લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *