શ્રાવણ ની પૂજા માં રોજ કરો આ એક વસ્તુનો સમાવેશ, મહાદેવ થઈ જશે પ્રસન્ન….જાણો અહીં,શ્રાવણમાં શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. દરરોજ શિવની પૂજામાં આ વસ્તુઓનો સમાવેશ કરવાથી સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
શ્રાવણનો મહિનો થોડા સમયમાં શરૂ થવાનો છે. આ મહિનો શિવપૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના આખા મહિનામાં જો ભગવાન શિવની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે તો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ભક્તોનું જીવન સુખમય બની જાય છે. તેમનું સ્વાસ્થ્ય સ્વસ્થ અને સુંદર રહે છે.
ભગવાન શિવની કૃપાથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભક્તો સાચા હૃદય અને પૂર્ણ ભક્તિ સાથે નિયમિત રીતે શિવની પૂજા કરે અને જો આ એક વસ્તુને તેમાં સામેલ કરવામાં આવે તો ભક્તોને આરોગ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરવાથી ભક્તોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ત્યાં જ તેનાથી શ્રીની વૃદ્ધિ અને આયુ રક્ષા પણ થાય છે. આ મંત્રના નિયમિત જાપથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને આરોગ્ય ફળની પ્રાપ્તીનું વરદાન આપે છે. ભક્તોએ ભગવાન શિવની રોજની પૂજામાં આ મંત્રનો સમાવેશ કરવો જોઈએ.
આ મંત્રનો જાપ ખૂબ જ ફાયદાકારક છે.ભગવાન શિવના મહામંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવાથી ઉંમર વધે છે, રોગથી મુક્તિ અને ભયથી મુક્તિ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. સાથે પર્યાવરણની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે.
રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરતી વખતે એક વાટકી પાણીથી ભરેલી રાખો. જાપ પૂર્ણ કર્યા પછી આ પાણીને આખા ઘરમાં છાંટી દો. તેનાથી આખા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.