હવે મચ્છર થી મળી જશે છુટકારો! આવી ગઈ છે જબરદસ્ત ટેકનોલોજી, જે મરછર ને જન્મવા જ નથી દેતી…જાણો અહીં,મચ્છરોનો ત્રાસથી તો તમે સૌ કંટાળ્યા જ હશો પણ હવે મચ્છર ડંખ નહીં મારી શકે. કેમ કે એક એવી ટેકનોલોજી શોધાઈ છે. જે મચ્છરનો ઉદ્ભવ થતાં પહેલા જ ખાત્મો કરી દેશે. જુઓ કેવી છે આ ટેકનોલોજી…
જો તમારા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોય તો હવે ડરવાની જરૂર નથી. કેમ કે મચ્છરો હવે ડંખ નહીં મારી શકે. એક એવું ડ્રોન જે લોકો માટે મોટી રાહત લઈને આવ્યું છે. આ ડ્રોનથી હવે મચ્છરો ડરી રહ્યા છે. ડ્રોન મચ્છરોના લાર્વા શોધીને તેનો પળભરમાં તેનો નાશ પણ કરી દેશે. મહેસાણા જિલ્લા પંચાયતે મચ્છરના લાર્વા શોધીને તેનો ખાત્મો કરવાની ટેકનોલોજી વસાવી છે.
આ પહેલા જિલ્લા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.પાણી ભરાવા અને ગંદકી થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે, જેને લઇને મચ્છરજન્ય રોગ ફેલાય છે. તંત્ર જાહેર સ્થળોએ તો ફોગિંગ અને લાર્વીસાઈડ છાંટે છે, જોકે પાણી ભરેલા સ્થળોએ તે શક્ય નથી બનતું.
જેથી હવે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવશે.આ કાર્ય પ્રાઈમ UAV પ્રાઈવેટ લિમીટેડ કંપની દ્વારા કરવામાં આવશે. જે સર્વે ડ્રોનનો ઉપયોગ કરીને પાણી ભરાયેલા સંભવિત વિસ્તારને શોધીને બિલ્ડિંગ પર ભરાતા પાણી, મોટા તળાવો, ખાબોચિયા પર હેવી ડ્યુટી ઓટોમેટીક સ્પ્રે મારવામાં આવશે.
મચ્છર સામાન્ય રીતે પાણી ભરાયેલા વિસ્તારમાં ઈંડા મુકે છે. જોકે આ ટેકનોલોજીથી લાર્વા મચ્છરમાં રૂપાંતરિત થાય તે પહેલા જ સ્પ્રે મારીને નિયંત્રણમાં લઈ લેવાશે. આ પ્રોજેક્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે સ્થાનિકો પણ આ ટેકનોલોજીથી મચછરને મારવાની કામગીરીને આવકારી રહ્યા છે.
એટલે કે હવે મહેસાણાવાસીઓને મચ્છરથી ડરવાની જરૂર નથી. જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો અન્ય શહેરોમાં પણ તેનું અમલીકરણ કરવામાં આવશે. મચ્છળોના લાર્વા શોધીને મચ્છરમાં પરિવર્તિત થાય તે પહેલા જ તેનો ખાત્મો કરી શકાશે. જો આમ થયું તો મચ્છરજન્ય રોગ પર પણ મહદઅંશે કંટ્રોલ મેળવી શકાશે.