ભારતીય ટીમના ઓલરાઉન્ડર એ કર્યો ધડાકો, કહ્યું એવું કે ફેન્સ ના હોશ ઉડી ગયા… જુઓ અહીં

ગઈ કાલે ઈંગ્લેન્ડ સામે ત્રીજી અને અંતિમ વન ડેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું માનવું છે કે જ્યારે તે બોલિંગ કરે છે ત્યારે હરીફ ટીમના બેટ્સમેનોનો ઈગો હર્ટ થવા લાગે છે.
હાર્દિકે ગઈ કાલે ચાર વિકેટ ઝડપવાની સાથે સાથે તોફાની ૭૧ રનની ઇનિંગ્સ પણ રમી હતી, જેના દમ પર ટીમ ઇન્ડિયાએ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી મુકાબલો અને શ્રેણી જીતી લીધા. માન્ચેસ્ટરમાં શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.’હું બોલિંગ કરું છુ ત્યારે બેટરોનો ઈગો હર્ટ થાય છે’
મેચ પૂરી થયા બાદ લાઇવ શોમાં આશિષ નેહરા અને વીરેન્દ્ર સેહવાગ સાથેની વાતચીતમાં હાર્દિકે કહ્યું, ”જ્યારે હું બોલિંગ કરું છું ત્યારે બેટ્સમેનોનો ઈગો હર્ટ થવા લાગે છે. મારી પાસે વધુ સ્પીડ નથી. હું ત્રીજા કે ચોથા બોલરના રૂપમાં બોલિંગ કરવા આવું છું. મારી કોશિશ રહેતી હોય છે કે બેટ્સમેનને સતત બાઉન્સર બોલ ફેંકતો રહું.
બેટ્સમેન આશ્ચર્યમાં પડી જાય છે કે આખરે આ કોણ છે, જે સતત ચહેરા પર બોલ ફેંકી રહ્યો છે. આ સ્થિતિમાં તેનો ઈગો હર્ટ થાય છે અને તે મને ટાર્ગેટ કરવા માંડે છે. હું ફક્ત સ્મિત કરતો રહું છું, જેના કારણે બેટ્સમેન ભૂલ કરે છે અને મને વિકેટ મળી જાય છે.”