ઇંગ્લેન્ડ સામે ની મેચો પુરી થતા બુમરાહ માટે આવ્યા બોવ જ ખરાબ સમાચાર, સહન નઈ કરી શકે ફેન્સ,ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ICC ODI રેન્કિંગમાં બોલરોની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે, જ્યારે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરની યાદીમાં 13 સ્થાન આગળ વધીને આઠમા સ્થાને પહોંચી ગયો છે.
ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ICC ODI રેન્કિંગમાં બોલરોની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે, જ્યારે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરની યાદીમાં 13 સ્થાન આગળ વધીને આઠમા સ્થાને પહોંચી ગયો છે.ભારતે વનડે શ્રેણીમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું.
પીઠની સમસ્યાને કારણે જસપ્રિત બુમરાહ છેલ્લી મેચ રમી શક્યો ન હતો, જેના કારણે તેણે ટોચનું સ્થાન ગુમાવ્યું હતું. ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ 704 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે બુમરાહ તેનાથી એક પોઈન્ટ પાછળ છે.
યુઝવેન્દ્ર ચહલ ચાર સ્થાન ઉપર ચઢીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડ સામે છ વિકેટ અને 100થી વધુ રન બનાવનાર પંડ્યા બેટ્સમેનોની રેન્કિંગમાં આઠ સ્થાન ઉપર ચઢીને 42મા સ્થાને પહોંચી ગયો છે. છેલ્લી ODIમાં અણનમ 125 રન બનાવનાર ઋષભ પંત 25 સ્થાનના ફાયદા સાથે 52મા ક્રમે છે.
બેટ્સમેનોમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે. વિરાટ કોહલી ચોથા અને રોહિત શર્મા પાંચમા સ્થાને છે. ઓલરાઉન્ડરોની યાદીમાં ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ ચાર સ્થાન નીચે આવીને ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. આ સપ્તાહે ટેસ્ટ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી.