રિષભ પંત ની ધમાકેદાર બેટિંગ જોઈને ખુશી થી ઝૂમી ઉઠી ગર્લફ્રેન્ડ, ખુશીમાં ને ખુશીમાં કર્યું એવું કે…. જુઓ અહીં

રિષભ પંત ની ધમાકેદાર બેટિંગ જોઈને ખુશી થી ઝૂમી ઉઠી ગર્લફ્રેન્ડ, ખુશીમાં ને ખુશીમાં કર્યું એવું કે…. જુઓ અહીં,ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે ઈંગ્લેન્ડને ત્રીજી વનડેમાં પોતાના દમ પર હરાવ્યું છે. માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં પંતે અણનમ સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને 5 વિકેટે જીત અપાવી હતી. આ રીતે ભારતીય ટીમે ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે.
રિષભ પંતને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. પંતની આ ઈનિંગથી તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગી પણ ઘણી ખુશ હતી. તેણે રિષભ પંતની જીતની ઇનિંગનો વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી.વાસ્તવમાં ઋષભ પંતે ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી. ઈશા નેગીએ આ ચારેયનો વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. સાથે કેપ્શનમાં લખ્યું ‘ચેમ્પિયન રિષભ પંત’.
Sealed with a 𝐑𝐞𝐯𝐞𝐫𝐬𝐞 𝐒𝐰𝐞𝐞𝐩 🤌🏼
An #RP17 masterclass ended in the most RP17 way possible as #TeamIndia ended the England tour with another trophy 🏆🤩#ENGvIND #SonySportsNetwork #SirfSonyPeDikhega pic.twitter.com/hZ3EH5afam
— Sony Sports Network (@SonySportsNetwk) July 17, 2022
તમને જણાવી દઈએ કે પંત છેલ્લા કેટલાક વર્ષોથી ઈશ નેગીને ડેટ કરી રહ્યો છે. ઈશા નેગી મૂળ ઉત્તરાખંડની છે અને વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. IPL 2022માં પણ ઈશા નેગી પંતને ચીયર કરતી જોવા મળી હતી.ઈશા નેગી અને ઋષભ પંત ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલમાં જ જ્યારે IPL 2022 ચાલી રહી હતી, ત્યારે ઈશા નેગી દિલ્હી કેપિટલ્સની ઘણી મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી.
ઈશા નેગીના ફોટા, પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર છવાયેલી છે.ઋષભ પંત માટે એક ખાસ વાત એ પણ છે કે ભલે તે મૂળ ઉત્તરાખંડનો છે, પરંતુ તેનું બાળપણ અને ક્રિકેટની ટ્રેનિંગ દિલ્હીમાં જ થઈ હતી. તે દિલ્હી માટે રમે છે, આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે.
તાજેતરમાં, રિષભ પંતને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં કેપ્ટનશીપ મળી, ત્યારે ઈશા નેગીએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી. ઈશા નેગીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ સ્ટોરી શેર કરી, જેમાં તેણે લખ્યું કે તે આભારી, આભારી અને આશીર્વાદ અનુભવી રહી છે.
ઈંગ્લેન્ડ સામે ચોથા નંબર પર બેટિંગ કરતા રિષભ પંતે 113 બોલમાં અણનમ 125 રન બનાવ્યા હતા. પંતે પણ ડેવિડ વિલીની એક જ ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. પંતે પોતાની ઇનિંગમાં બે છગ્ગા અને 16 ચોગ્ગા ફટકાર્યા હતા.