ગુજરાતના એક દિવસ ના મુખ્યમંત્રી કોણ બનશે? જાણો આ તો વળી કયો નવો પ્રયોગ છે વિધાનસભાનો…

ગુજરાતના એક દિવસ ના મુખ્યમંત્રી કોણ બનશે? જાણો આ તો વળી કયો નવો પ્રયોગ છે વિધાનસભાનો…,આગામી 21 જુલાઈએ એક દિવસીય વિધાનસભાનું આયોજન, વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
જેમાં આગામી 21 જુલાઈએ એક દિવસીય વિધાનસભાનું આયોજન કરાયું છે. જોકે આ વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. જેની માટે 3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બવાત જાણે એમ છે કે, ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને વિધાનસભામાં એક દિવસના ધારાસભ્ય અને મંત્રી બનાવવાનું આયોજન કરાયું છે. જેથી તેમને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે. જેને લઈ આગામી 21 જુલાઈએ એક દિવસીય વિધાનસભાનું આયોજન કરાયું છે.
21 જુલાઈએ એક દિવસીય વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતાં રોહન રાવલની પસંદગી થઈ છે. 6 પ્રકારના ઇન્ટરવ્યૂ આપી મુખ્યમંત્રી તરીકે રોહનની પસંદગી કરવામાં આવી છે. આ સાથે વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે નામના વિદ્યાર્થીની પસંદગી થઈ છે. આ તરફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે મીશ્રી શાહ નામની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે.
21 જુલાઈએ યોજાનાર એક દિવસીય વિધાનસભામાં વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી, વિપક્ષનેતા, વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા ભજવશે. વિધાનસભાના આ સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. ડૉ.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આ આયોજન કરાયું છે.
ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે એક દિવસીય વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માટે 3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ દિવસે સદનમાં પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી જ વિધાનસભા ચલાવશે. નોંધનીય છે કે, સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને તે મુખ્ય હેતુથી આ આયોજન કરાયું છે.