ગુજરાત સુરત

સુરતમાં ડાયમંડ બુર્સની ઓફિસ ખુલે તે પહેલા…’ હર્ષ સંઘવીએ હીરાના વેપારીઓ માટે કરી મોટી જાહેરાત…. જાણો અહીં

સુરતમાં ડાયમંડ બુર્સની ઓફિસ ખુલે તે પહેલા…’ હર્ષ સંઘવીએ હીરાના વેપારીઓ માટે કરી મોટી જાહેરાત…. જાણો અહીં,સુરતના ડાયમંડ બુર્સમાં ગુજરાતનું અત્યાધુનિક પોલીસ મથક બનશે તે અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી ખરીદદારોને આકર્ષવાના હેતુથી ડાયમંડ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે.

ડુમસ રોડ સ્થિત અવધ યુટોપિયા ખાતે B ટૂ B ડાયમંડ એક્ઝિબિશન 15થી 17 જુલાઈ સુધી ચાલશે. તેવામાં સુરતમાં B ટૂ B ડાયમંડ એક્ઝિબિશન કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. જેમાં તેમણે મોટી જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે ડાયમંડ બુર્સની ઓફિસ ખુલે તે પહેલા અહી ગુજરાત રાજ્યનું સૌથી અત્યાધુનિક પોલીસ મથક ખુલશે. આગામી સમયમાં સુરત ડાયમંડ બુર્સ ગુજરાતની પણ આગવી ઓળખ બનશે તેમ હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.

વિશ્વનું સૌથી મોટું બુર્સ ગણતા સુરતના ડાયમંડ બુર્સમાં ગુજરાત રાજ્યના અત્યાધુનિક પોલીસમથક બનાવવા અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે છેતરપિંડી થઇ હશે. જેમાં સંડોવાયેલા લોકોને ઝડપી લેવા અને કાર્યવાહી કરવા અંગે હીરાના વેપારીઓ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન વિંગ બનાવવા અંગે પણ હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.

આગામી દિવસોમાં આ અંગેનો પ્રયાસ શરૂ કરવામાં આવશે. ડાયમંડ વેપારીઓ સાથે થતી ચીટિંગને લઈને ચીટિંગ કરનાર બહારના રાજ્યના વેપારીઓ પર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન વિંગ વોચ રખાશે.સુરત ડાયમંડ બુર્સનું વર્ષ 2017 થી માંડી વર્ષ 2022 સુધી બાંધકામ ચાલ્યું હતું. આ ગગનચૂંબી બાંધકામ માટે 6000 કારીગરો અને 9 મહાકાય ક્રેઈનની મદદ લેવામાં આવી છે.

વધુમાં બાંધકામમાં 10 હજારથી વધુ ટુ વ્હીલર અને 4500થી વધુ ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 15 એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરવામાં આવશે. ટાવર વચ્ચેની 3 વીઘા જગ્યામાં પણ લેન્ડસ્કેપીંગ ડિઝાઈન કરાશે. 9 ટાવરની હાઈટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા હશે. આ ઉપરાંત બિલ્ડિંગમાં કુલ 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવશે અને અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ વધુ 66 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ થયું સહિતની ખાસિયતથી ભરપૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *