શાબાશ સિંધુ: પીવી સિંધુ એ ચીની પ્લેયર ને હરાવીને પહેલી વાર પોતાના નામે કર્યો આ મેડલ…કોમેન્ટમાં બધાઈ આપીએ

0

માં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ધૂમ મચાવીને ટાઈટલ જીતી લીધું છે. સિંધુ, બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ફાઇનલમાં ચીનની વાંગ જી યીને 21-9, 11-21, 21-15થી પરાજય આપ્યો હતો.

અગાઉ, વિશ્વની નંબર-7 બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સેમિફાઇનલમાં જાપાનની બિનક્રમાંકિત સાઇના કાવાકામીને સીધી ગેમમાં હરાવી હતી. સિંધુએ આસાનીથી 21-15, 21-7ના અંતરથી સેમિફાઇનલ જીતી લીધી હતી. જાપાની સ્ટાર કાવાકામી એકવાર પણ સિંધુ પર પડછાયો કરતી જોવા મળી નથી.

સિંધુ માટે વિશ્વમાં નંબર 11 ક્રમાંકિત વાંગ જી યીને હરાવવું સરળ નહોતું. ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં સિંધુએ જીત સાથે શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ગેમમાં ચીનના ખેલાડી વાંગને 21-9થી હરાવ્યો હતો. ત્યારબાદ વાંગે પુનરાગમન કર્યું અને બીજી ગેમ 21-11થી જીતીને મેચ બરાબરી કરી લીધી.

અહીંથી ત્રીજી ગેમ શરૂ થઈ જે ઘણી રોમાંચક રહી. શરૂઆતના 8-10 પોઈન્ટ સુધી બંને ખેલાડીઓ વચ્ચે બરાબરીનો જંગ રહ્યો હતો. પરંતુ પીવી સિંધુએ ધીમે-ધીમે મેચમાં પકડ જમાવી લીધી અને ત્રીજી ગેમ 21-15ના માર્જિનથી જીતીને ટાઈટલ જીતી લીધું.

પીવી સિંધુ સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. તેણે આ વર્ષે માર્ચમાં યોજાયેલી સ્વિસ ઓપન બાદ પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. સિંધુએ સ્વિસ ટાઈટલ પર કબજો કર્યો હતો. તેણે સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં થાઇલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાનને 21-16, 21-8થી હરાવ્યું. હવે તેણે સિંગાપોર ઓપન પણ જીતી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed