ગુજરાતીઓ માટે ગર્વ: ટીમ ઇન્ડિયા પાસે છે બબ્બે વર્લ્ડ કલાસ ફિનિશર, હવે તો વર્લ્ડકપ આપડો… જાણો અહીં

ગુજરાતીઓ માટે ગર્વ: ટીમ ઇન્ડિયા પાસે છે બબ્બે વર્લ્ડ કલાસ ફિનિશર, હવે તો વર્લ્ડકપ આપડો… જાણો અહીં,રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે હાલ જ રમાયેલ મેચમાં ભારત માટે પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી અને કુલ 104 રન બનાવ્યા હતા.ભારતે ઇંગ્લેન્ડને બીજા ટી 20 મેચમાં 49 રનોથી હરાવીને સીરીજ પર જીત મેળવી લીધી.જાડેજાએ ફક્ત 29 બોલમાં 49 રન બનાવ્યા હતા.રવીન્દ્ર જાડેજા ટીમ ઇન્ડીયાના ફિનીશર ખેલાડી બની શકે છે.
ભારતે ઇંગ્લેન્ડને બીજા ટી 20 મેચમાં 49 રનોથી હરાવીને સીરીજ પર જીત મેળવી લીધી છે. જોકે ટીમ ઇન્ડિયાની આ જીતમાં સૌથી મહત્વનો રોલ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાણો રહ્યો છે. રવીન્દ્ર જાડેજાએ 26રનની ઇનિંગ રમીને ભારતની ઈજ્જત રાખી લીધી હતી. જાડેજાએ ફક્ત 29 બોલમાં 49 રન બનાવ્યા હતા અને હજુ પણ નોટ આઉટ હતા. એમને કુલ પાંચ ચોકા માર્યા હતા.
મેચમાં એક સમય એવો આવ્યો હતો જયારે ટીમ ઇન્ડિયા 89 રન પર અટકી ગઈ હોય એવું લાગી રહ્યું હતું અને 150 રન સુધી પંહોચવું ઘણું અઘરું લાગી રહ્યું હતું પણ જાડેજાને કરને ટીમ ઇન્ડિયાએ કુલ 170 રન બનાવ્યા હતા. જાડેજા ગઈકાલની મેચમાં ઘણું સારી રીતે રમ્યા હતા અને એટલી વિકેટ પડી ગઈ છે તેનું જરા પણ પ્રેશર એમના પર દેખાઈ રહ્યું નહતું.
જો કે કેપ્ટન રોહિત શર્માએ રવીન્દ્ર જાડેજાની ખુબ જ પ્રસંશા કરી હતી. રોહિત બોલ્યા હતા કે, ‘ઘણી દબાણ પૂર્વક પરિસ્થિતિમાં જાડેજાએ ઘણું સારું પ્રદશન કર્યું છે અને ટીમ ઇન્ડિયા એ જ ઈચ્છતી હતી કે જાડેજા અંત સુધી બેટિંગ કરતા રહે અને ઇન્ડિયાને સારો એવો સ્કોર કરાવી આપે. અને જાડેજાએ ઘણું સારું પ્રદશન કર્યું છે.
એક ફિનીશર તરીકે જાડેજા પરફેક્ટ છે.’ રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે હાલ જ રમાયેલ મેચમાં ભારત માટે પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી અને કુલ 104 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલીયામાં આ વર્ષે થવા જઇ રહ્યા ટી 20 વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયા ફિનીશરની તલાશ કરી રહી હતી. જો કે દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા આ સ્લોટ માટે પેહલાથી એમની દાવેદારી સાબિત કરી ચુક્યા છે અને એવામાં રવીન્દ્ર જાડેજાનાં શાનદાર ખેલને જોઇને એ પણ ટીમ ઇન્ડીયાના ફિનીશર ખેલાડી બની શકે છે.
હાર્દિક પંડ્યાએ તેના કપ્તાન તરીકેના ડેબ્યુમાં જ આયરલેન્ડની ટીમને 7 વિકેટથી માત આપીને ઈતિહાસ રચી દીધો હતો. એ મેચમાં હાર્દિક પંડ્યાએ ખુબ જ સારી બોલિંગ અને બેટિંગ કરી હતી. એ મેચમાં હાર્દિકે 12 બોલમાં 24 રન બનાવ્યાં હતા જેમાં તેમણે ત્રણ સિક્સ મારી હતી