નવવીવાહિત કપલ એ પોતાના લગ્નની એનિવર્સરી પર કર્યો અનોખો વિરોધ, પોતાની માંગો પુરી કરવા અપનાવ્યો એવો રસ્તો તમે પણ કહેશો વાહ વાહ!

0

નવવીવાહિત કપલ એ પોતાના લગ્નની એનિવર્સરી પર કર્યો અનોખો વિરોધ, પોતાની માંગો પુરી કરવા અપનાવ્યો એવો રસ્તો તમે પણ કહેશો વાહ વાહ!,મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક કપલે પોતાના શહેરની પાણીની તંગી પર સત્તાવાળાઓનું ધ્યાન ખેંચવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું.મહારાષ્ટ્રના કોલ્હાપુરના નવપરણિત કપલનો અનોખો વિરોધ.

લગ્નના દિવસે વોટર ટેન્કર પર બેસીને સવારી કાઢી.કપલે હનીમૂન ન મનાવવાનો પણ કર્યો નિર્ણય.પાણીની અછતને લઈને લોકો જાતજાતના વિરોધ પ્રદર્શન કરતા હોય છે. લોકો અવનવી રીતે પાણીની તંગીનો વિરોધ કરતા હોય છે પરંતુ મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક કપલે શહેરમાં પ્રવર્તી રહેલી પાણીની તંગીનો વિરોધ કરવા જે માર્ગ અપનાવ્યો તે અનોખો છે.

કપલે પોતાના લગ્નના દિવસે વોટર ટેન્કર પર બેસીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી હનીમૂન નહીં- કપલે વોટર ટેન્કર પર લખ્યું.પાણીની તંગીનો વિરોધ કરવા કપલ લગ્નના દિવસે વોટર ટેન્કર પર સવાર થઈને નીકળ્યું હતું. કપલે વોટર ટેન્કર પર જે લખ્યું તે પણ ખૂબ દિલને સ્પર્શી લેવા માટે પૂરતું છે.

કપલે વોટર ટેન્કરના આગળના ભાગે લખ્યું કે જ્યાં સુધી શહેરની પાણીની તંગીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ હનીમૂન નહીં મનાવે છે. તેમનો આ પ્રયાસ ખૂબ ઉમદા છે અને આશા રાખીએ કે સત્તાવાળાઓ ત્વરિત તેમની સમસ્યાનો ઉકેલ લાવે અને કપલને ખુશખબર આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed