માં તે માં , 4 વર્ષના પુત્ર ને કરંટ લાગતા માતા એ પોતાના જીવની ચિંતા કર્યા વગર કંઈક આ રીતે બચાવ્યો જીવ…. જુઓ,માતાની હુંફ પ્રેમ અને પોતાના જીવ કરતા બાળકના જીવને વધારે મહત્વનો હોય સંતાનને મોતના મોંખમાંથી છોડાવવા મોત સામે લડત આપતી મા તે માની કહેવતને સાકાર કરતો કિસ્સો સામે આવ્યો છે.
સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે મંગળવારે સાંજે 4 વર્ષનો બાળક ઘરમાં રકતો હતો ત્યારે ભેજવાળા વાતાવરણના કારણે છૂટો વીજ વાયર પકડતાં કરંટ લાગતાં બુમ પાડતા માતા દોડી આવીને બાળકને ઘક્કો મારી છોડાવ્યો હતો.વાયર પકડતાં માતાને પણ કરંટ લાગ્યો હતો.
પાડોશીઓ દોડી આવી મેન સ્વીચ બંધ કરી માતા-પુત્રને તાત્કાલિક પાટણની ખાનગી સારવાર અર્થે ખેસેડ્યા હતા. બે દિવસની સારવાર બાદ માતા-પુત્રને રજા આપી હતી. મોટા નાયતા ગામે પાલવીયાપરા ગામમાં 4 વર્ષનો બાળક સુમિતજી ઠાકોર ઘરમાં મંગળવારે સાંજે રમી રહ્યો હતો ત્યારે અચાનક ટેબલ પંખાનો વાયર પકડતાં કરંટ લાગતા ચીચકારી પાડવા લાગ્યો હતો.
અવાજ સાંભળીને માતા ભારતીબેન ઠાકોર દોડી જઈ વાયર પકડી બાળકને ધક્કો મારી દુર કર્યો હતો. આજુબાજુમાં રહેતાં પાડોશીઓ આવીને મેન સ્વીચ બંધ કરી ભારતીબેને છોડાવ્યા હતા. દિકરા અને માતાના હાથ દાઝી જતાં બંનેને તાત્કાલિક ખાનગી વાહન મારફતે પાટણની સદ્ભાવના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
ત્યારે માતાને ડોક્ટર દ્વારા ઈમરજન્સી વોર્ડ સારવાર બોટલ ચડી રહ્યા હતા ત્યારે ભારતીબેન મારા છોકરાને લાવો… મારા છોકરાને લાવો તે રટણ કરીને જીદ કરી હતી. ત્યારે પાટણ ખાનગી દવાખાને સારવાર લેતાં બાળકને પાટણની સદ્ભાવના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. સારવારબાદ બુધવારે માતા અને દિકરા રજા આપવામાં આવી હતી.