ટીમ ઇન્ડિયામાં ડેબ્યુ કરશે 31 વર્ષનો દમદાર પ્લેયર, રોહિત ના આવતાની સાથે કરશે ધમાકો, નામ સાંભળતા વેત જ….

ટીમ ઇન્ડિયામાં ડેબ્યુ કરશે 31 વર્ષનો દમદાર પ્લેયર, રોહિત ના આવતાની સાથે કરશે ધમાકો, નામ સાંભળતા વેત જ….,ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણી 7 જુલાઈથી શરૂ થશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે જે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ મેચનો ભાગ નથી.
આ ત્રણ મેચ માટે પસંદગીકારોએ બે ટીમોની જાહેરાત કરી છે. આ ટીમમાં 31 વર્ષનો એક ખેલાડી પણ સામેલ છે, જે ટીમ ઈન્ડિયામાં પોતાની ડેબ્યૂ મેચની રાહ જોઈ રહ્યો છે. આ ખેલાડીને રોહિત શર્માની કેપ્ટન્સીમાં પ્રથમ મેચ રમવાની તક મળી શકે છે. યુવા ટીમ ઈન્ડિયા હાલમાં જ આયર્લેન્ડના પ્રવાસથી સીધી ઈંગ્લેન્ડ પહોંચી છે.
આયર્લેન્ડમાં રમી રહેલા ઘણા ખેલાડીઓને પણ આ શ્રેણીમાં તક મળી છે. આ યાદીમાં રાહુલ ત્રિપાઠીનું નામ પણ સામેલ છે. રાહુલ ત્રિપાઠી પોતાની ડેબ્યૂ મેચની રાહ જોઈ રહ્યો છે. રાહુલ ત્રિપાઠી 31 વર્ષનો છે, પરંતુ તેણે ટીમ ઈન્ડિયા માટે હજુ સુધી એક પણ મેચ રમી નથી. આઈપીએલ 2022માં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું, જેના કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રાહુલ ત્રિપાઠી 2017થી IPLનો ભાગ બની રહ્યો છે. રાહુલ ત્રિપાઠી ઓપનર તરીકે અને નીચલા ક્રમમાં પણ બેટિંગ કરી શકે છે. તેને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, તેથી તેની પાસે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની માત્ર એક જ તક હશે.
આ પ્રવાસ તેના માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ રહેશે.રાહુલ ત્રિપાઠી આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 76 મેચ રમી ચૂક્યો છે, આ મેચોમાં તેના નામે 1798 રન છે. તેણે આઈપીએલ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા 14 મેચમાં 414 રન પણ બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શનના કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
1લી T20I માટે: રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, દિનેશ કાર્તિક, વેંકટેશ અય્યર, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ઉમરદીપ સિંહ મલિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન.