સ્પોર્ટ્સ

બાપુ ફોર્મમાં: ઇંગ્લેન્ડ ની વિરુદ્ધ બાપુએ ચલાવી તલવાર, બનાવ્યો એવો વર્લ્ડ રેકોર્ડ જેને કોઈ….

બાપુ ફોર્મમાં: ઇંગ્લેન્ડ ની વિરુદ્ધ બાપુએ ચલાવી તલવાર, બનાવ્યો એવો વર્લ્ડ રેકોર્ડ જેને કોઈ….,બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ભારતે ઈંગ્લેન્ડ સામે ધમાકેદાર દેખાવ કર્યો છે. ટેસ્ટના પહેલા દિવસે ઋષભ પંતે પોતાના શાનદાર પ્રદર્શનથી વિરોધીઓને ઘૂંટણિયે લાવ્યા હતા, હવે બીજા દિવસે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની સદી પૂરી કરી હતી. રવિન્દ્ર જાડેજા પ્રથમ દિવસની રમત બાદ 83 રન બનાવીને અણનમ રહ્યો હતો, બીજા દિવસે તેણે પ્રથમ સેશનમાં જ પોતાની સદી ફટકારી હતી.

રવીન્દ્ર જાડેજાની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી હતી, વિદેશી ધરતી પર તેણે ફટકારેલી આ પ્રથમ સદી છે. રવિન્દ્ર જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટમાં 194 બોલમાં 104 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગા સામેલ હતા. મુશ્કેલ સમયમાં જ્યારે રવિન્દ્ર જાડેજાએ ઋષભ પંત સાથે મોટી ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી.

ટેસ્ટ બેટ્સમેન તરીકે છેલ્લા એક-બે વર્ષમાં રવિન્દ્ર જાડેજામાં ઘણો સુધારો થયો છે. તે સતત મોટી ઇનિંગ્સ રમી રહ્યો છે, સાથે જ જરૂરિયાત મુજબ નાની પરંતુ ઝડપી ઇનિંગ્સ પણ રમી રહ્યો છે. એજબેસ્ટનમાં સદી ફટકારીને તે ખાસ યાદીમાં સામેલ થયો હતો. આ મેદાન પર અત્યાર સુધી માત્ર ચાર ભારતીય ખેલાડીઓએ સદી ફટકારી છે.

ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાની સદી

175* વિ શ્રીલંકા, 2022 (મોહાલી)
104 વિ ઈંગ્લેન્ડ, 2022 (બર્મિંગહામ)
100* વિ વેસ્ટ ઈન્ડિઝ, 2018 (રાજકોટ)

એજબેસ્ટન ટેસ્ટની વાત કરીએ તો અહીં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરીને 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક સમયે 100 રનની અંદર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ રિષભ પંતના 146 અને રવિન્દ્ર જાડેજાના 104 રનના કારણે ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી અને મોટો સ્કોર બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *