ભારત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના ઉદ્યોગો માટે કર્યું મોટું એલાન, સાંભળીને તમે પણ ખુશમ ખુશ થઈ જશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના ઉદ્યોગો માટે કર્યું મોટું એલાન, સાંભળીને તમે પણ ખુશમ ખુશ થઈ જશો,સરકાર નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી પગલાં લેવા તૈયાર છેમોદી સરકાર દેશના નાના વેપારીઓ માટે સતત વધુ સારા પગલાં લઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) સેક્ટરને ખાતરી આપી હતી કે, સરકાર નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી પગલાં લેવા તૈયાર છે.

તેઓ સરકારની ‘આત્મનિર્ભર ભારત પહેલ’માં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.’ઉદ્યોગ સાહસિક ભારત’ કાર્યક્રમને સંબોધતા, વડાપ્રધાને નાના ઉદ્યોગસાહસિકોને સરકારને માલના સપ્લાય માટે સરકારી પ્રાપ્તિ પ્લેટફોર્મ, GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ પર નોંધણી કરાવવા પણ કહ્યું હતું. મોદી કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે MSME જરૂરી છે.

છેલ્લા આઠ વર્ષમાં MSME સેક્ટરે આત્મનિર્ભર ભારતને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘હું ઈચ્છું છું કે આવતા અઠવાડિયે GeM પોર્ટલ પર એક કરોડ નવા રજિસ્ટ્રેશન થાય.’ તેમણે કહ્યું કે સરકારે MSME સેક્ટરને મજબૂત કરવા માટે છેલ્લા આઠ વર્ષમાં બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે.

વડા પ્રધાને કહ્યું કે જો કોઈ ઉદ્યોગ વિકાસ, વિસ્તરણ કરવા માંગતો હોય તો સરકાર તેને માત્ર સમર્થન જ નથી આપી રહી પરંતુ નીતિઓમાં જરૂરી ફેરફારો પણ લાવી રહી છે.નરેન્દ્ર મોદી એમ પણ કહ્યું કે, ખાદી અને ગ્રામોદ્યોગનો બિઝનેસ પહેલીવાર એક લાખ કરોડને પાર કરી ગયો છે. છેલ્લા આઠ વર્ષમાં ખાદીનું વેચાણ ચાર ગણું વધ્યું છે.

અગાઉ, મોદીએ MSMEsના પ્રદર્શનને વધારવા અને વેગ આપવા માટે રૂ. 6,000 કરોડની યોજના ‘રેમ્પ’ (એમએસએમઇ પ્રદર્શનને વધારવા અને વેગ આપવા) શરૂ કરી હતી. નોંધનીય છે કે, સરકારે માલ અને સેવાઓની નિકાસને પ્રોત્સાહિત કરવા માટે ‘ફર્સ્ટ ટાઈમ એક્સપોર્ટર્સ MSME એક્સપોર્ટર્સ (CBFTE)’ની ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરી છે.

આ સાથે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP)ની નવી સુવિધાઓ પણ રજૂ કરી હતી. તેમાં ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્તમ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 25 લાખથી વધારીને રૂ. 50 લાખ અને સેવા ક્ષેત્રમાં રૂ. 10 લાખથી રૂ. 20 લાખ કરવાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *