સુરત ની આ હોસ્પિટલનો રેકોર્ડ, એક જ દી માં થઇ 23 ડિલિવરી….જુઓ અહીં કેવી રહી ઉજવણી

0

સુરત ની આ હોસ્પિટલનો રેકોર્ડ, એક જ દી માં થઇ 23 ડિલિવરી….જુઓ અહીં કેવી રહી ઉજવણી,સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં નવો રેકોર્ડ સર્જાયો હતો. સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ)મા એક જ દિવસમાં કુલ 23 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું.

23 બાળકોમાં 12 દીકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે અને તમામ બાળકો તંદુરસ્ત છે.ડાયમંડ હોસ્પિટલના 8 વર્ષના ઈતિહાસમાં 23 ડિલિવરી એક જ દિવસમાં સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ.રિધ્ધિ વાઘાણી , ડૉ. કલ્પના પટેલ, ડૉ.ભાવેશ પરમાર ,અનેસ્થેટીક ડૉ.અલ્કા ભૂત,ડૉ.આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ ,અને ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મલ્યો હતો તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

એક જ દિવસે એક જ જગ્યાએ 23 પારણાં ઝૂલતાં 23 પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.એક સાથે 23 ડિલિવરી અંગે હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે, 23માંથી 6 ડિલિવરી સિઝરથી થઈ હતી. જ્યારે બાકીની 17 જેટલી ડિલિવરી નોર્મલ રીતે થઈ હતી. હાલ તમામ બાળકો અને માતાઓ તંદુરસ્ત છે.ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 છે.

જ્યારે દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલીવરીનો નો ચાર્જ માત્ર 5000. છે.ડાયમંડ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે ,ભારત સરકારની “બેટી બચાવો-બેટી વધાવો યોજના ” ને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે જે બદલ હોસ્પીટલના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો ગર્વની લાગણી અનુભવે છે તેમ વધુમાં જણાવ્યું હતુ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed