હજી તો કેપટન બન્યા ના થોડાક મહિના જ થયા અને T20 વર્લ્ડકપ ની કેપટનશીપ માંથી થઈ જશે છુટ્ટી…આ ખેલાડી બનશે નવો કેપટન

હજી તો કેપટન બન્યા ના થોડાક મહિના જ થયા અને T20 વર્લ્ડકપ ની કેપટનશીપ માંથી થઈ જશે છુટ્ટી…આ ખેલાડી બનશે નવો કેપટન,રોહિત શર્મા હાલમાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. વિરાટ કોહલીની જગ્યાએ તેને ટીમની કમાન સોંપવામાં આવી હતી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માને ટૂંક સમયમાં T20 ક્રિકેટની કેપ્ટન્સીથી હટાવી શકાય છે.
પસંદગીકારોએ નવા કેપ્ટન માટે એક ખેલાડીની પણ પસંદગી કરી છે. હાલમાં જ ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે રોહિત શર્માને ટી20 ટીમની કેપ્ટન્સીમાંથી આરામ આપવામાં આવી શકે છે. પસંદગીકારોએ તેની વાત સાંભળી છે. રોહિતના વર્કલોડને ઘટાડવા માટે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર આ મોટો નિર્ણય લઈ શકે છે.
રોહિત શર્મા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, પરંતુ કોરોનાના કારણે તે પ્રવાસની પ્રથમ મેચ રમી શકશે કે કેમ, તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ હાર્દિક પંડ્યાને T20 ક્રિકેટનો કેપ્ટન બનાવવાનું મન બનાવી લીધું છે. હાર્દિક પંડ્યા હાલમાં આયર્લેન્ડ પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
પસંદગી સમિતિના એક સભ્યએ ઈનસાઈડસ્પોર્ટને જણાવ્યું, “અમે રોહિત શર્માને બદલવાની કોઈ ઉતાવળમાં નથી.પરંતુ તે જ સમયે તેના વર્કલોડને મેનેજ કરવું મહત્વપૂર્ણ છે. તેથી જ હાર્દિક અમારી યોજનામાં છે કારણ કે ભવિષ્યમાં ઘણા ટૂંકા પ્રવાસો હશે અને તે અત્યારે ટેસ્ટ પ્લાનમાં નથી.
સેહવાગે ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીના સત્તાવાર પ્રસારણકર્તા સોની સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “T20માં નવા કેપ્ટન સાથે, રોહિત બ્રેક લઈ શકશે અને ટેસ્ટ અને ODI માટે ફ્રેશ થઈ શકશે. આનાથી તે વર્કલોડને મેનેજ કરી શકશે અને માનસિક થાકનો વધુ સારી રીતે સામનો કરી શકશે. ખાસ કરીને તેની ઉંમરને ધ્યાનમાં રાખીને.