દુનિયાના સૌથી શ્રેષ્ઠ માતા-પિતા બનવું હોઈ તો આ 10 વાતો તમારા બાળકોને ક્યારેય નહીં કહેતા…. જુઓ લિસ્ટ

0

દુનિયાના સૌથી શ્રેષ્ઠ માતા-પિતા બનવું હોઈ તો આ 10 વાતો તમારા બાળકોને ક્યારેય નહીં કહેતા…. જુઓ લિસ્ટ,બાળકો ખુબ જ પ્રેમાળ અને રમતિયાળ હોય છે. તે ઘરમાં વસ્તુ આમ તેમ નાખી દે છે અને તોડી પણ નાખે છે, આવા સમયે માતપિતા પણ તેમના પર ખુબ જ ગુસ્સે થાય છે અને ધમકાવે પણ છે, ઘણી વાર તેમના પર હાથ પણ ઉપાડે છે.

માતા-પિતા વ્યસ્ત હોવાને કારણે કેટલીકવાર બાળક પર ગુસ્સો આવે તે સમજી શકાય. પરંતુ સંજોગો ગમે તે હોય, પરંતુ એક માતા-પિતા તરીકે તમે તમારી પાસે રહેલી જવાબદારીઓથી પીઠ ફેરવી શકતા નથી અને આવી જ એક મોટી જવાબદારી એ છે કે ભૂલથી પણ બાળકોને અમુક વાતો ના કહેવી જોઈએ. ચાલો સમજીએ..

સારું કે તું પેદા જ ના થયો હોત : ઘણી વખત ગુસ્સામાં કે મજાકમાં માતા-પિતા બાળકને એવું કહે છે જે ભૂલથી પણ ના કહેવું જોઈએ. જો તમે ગુસ્સાને નિયંત્રણ નથી કરી શકતા તો તે સમયે બાળકને દૂર રાખો. યાદ રાખો કે બાળકમાં પણ આત્મસન્માન હોય છે, જે આવનારા સમયમાં મા-બાપ માટે ખૂબ જ પડકારજનક બની શકે છે.

તું તારા ભાઈ બહેન જેવો કેમ નથી : જો કે આ વાક્ય લગભગ દરેક ઘરની છે. ક્યારેક ભાઈ-બહેન સાથે તો ક્યારેક મિત્ર સાથે સરખામણી કરતા હોય છે. તારો મિત્ર કેટલો સારો છે, તમારી બહેન ભણવામાં કેટલી સારી છે – તેની પાસેથી કંઈક શીખ.. આવા દાખલા માતા-પિતા દરરોજ આપતા હોય છે.

ફાલતુ છે તારા પ્રશ્નો : હા, આપણે બધા માનીએ છીએ કે બાળકો પાસે પ્રશ્નોનો ક્યારેય સમાપ્ત થવાનું નામ નથી લેતા. તેઓને નવી જવી વસ્તુ વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. જો તમે એક પ્રશ્નનો જવાબ આપશો તો તેમની પાસે બીજો પ્રશ્ન તૈયાર જ હશે.

રડવાનું બંધ કર : તું કેવી છોકરીની જેમ રડે છે, આટલી નાની વાત પર કોણ રડે.. બાળક જેવું રડે છે ત્યારે દરેક માતાપિતા પહેલો પ્રયાસ તેને શાંત કરવાનો હોય છે. એટલું જ નહીં, આપણે રડવા જેવી કુદરતી પ્રક્રિયામાં પણ આપણે છોકરો – છોકરીને વચ્ચે લાવીએ છીએ.

તું બહુ ડિસ્ટર્બ કરે છે : અમે સમજીએ છીએ માતાપિતા વ્યસ્ત હોય છે, પરંતુ બાળકના મનની સ્થિતિને પણ સમજો. જયારે તમે કામ કરતા હોય ત્યારે… તારે શું તકલીફ છે, તું ડિસ્ટર્બ કરે છે.. વગેરે ના બોલો. આવી વાતો કરવાથી તેમના બાળમન પણ ઠેસ પહોંચે છે. તમે તો ગુસ્સામાં કહ્યું પણ તમારા બિનજરૂરી ગુસ્સાની દૂરગામી અસર થઈ શકે છે.

મને નથી લાગતું કે આવું થાય : ઘણીવાર બાળકો તમને તમારી સામે કોઈ કલ્પનાશીલ વાત કે વસ્તુ વિશે કહે છે અથવા તેઓ તમને તેમના પ્લાન વિશે કહે છે. આવી સ્થિતિમાં, બાળકની વાતને નકારી કાઢવી અથવા એવું ના થાય, તારો પ્લાન ખૂબ જ કંટાળાજનક છે.એવું કહેવું… તેને ડિમોટિવ કરવા જેવું છે.

તું ઘરનો બોસ છો : અરે, આપણા ઘરની બધી જવાબદારી તેના હાથમાં છે, આપણા ઘરના બોસ તો આ છે. ઘણી વખત, બાળકને ઠપકો આપવા માટે, માતાપિતા મજાકમાં આવી વાત કહેતા હોય છે. કદાચ માતાપિતા એવું વિચારીને કે બાળકને તેની જવાબદારીનો અહેસાસ થશે અથવા તે શાંત થઈ જશે, પરંતુ તેનાથી બાળકને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે.

તું સાવ ધીમો છે શીખવામાં : બાળકોને ભણાવતી વખતે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. બાળકે પ્રશ્નનો યોગ્ય જવાબ ન આપ્યો હોય તો માતા-પિતા ક્યારેક તેમનો ગુસ્સો ગુમાવી બેસે છે. તેમને મૂર્ખ, બધી વાતમાં ધીમો છે અને સ્ટુપિડ કહીને પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે.

તારી ઉંમરે અમે આવા હતા : તારી ઉંમરમાં અમે આ કરતા હતા, તેમ કરતા હતા, આવી વાતો કહીને બાળકને એવો અહેસાસ કરાવવા માટે કે તમે તે ઉંમરે ઘણું પ્રાપ્ત કર્યું છે, આનાથી બાળકનું મોટિવેશન વધશે, તમારી આ વિચારસરણી ખોટી છે. તમારામાં જે ક્ષમતા હતી તે બાળકમાં પણ હોય તે જરૂરી નથી. તમારી અને તમારા બાળકની ક્યારેય સરખામણી કરશો નહીં.

મને તારા પર વિશ્વાસ નથી : જો બાળક તેની કોઈ સમસ્યા લઈને તમારી પાસે આવ્યું હોય અને બાળક પર વિશ્વાસ કરવાને બદલે તમે તેને એમ કહો કે મને તારા પર વિશ્વાસ નથી, તો તમારા બંને વચ્ચે ક્યારેય તે બોન્ડિંગ બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed