આલિયા ભટ્ટ પ્રેગનેટ થતા કોન્ડમ કંપની એ કરી સાવ બકવાસ કોમેન્ટ….. વાયરલ થયું ટ્વીટ- જુઓ અહીં,કપૂર પરિવારમાં ટૂંક સમયમાં એક નવો મહેમાન આવવાનો છે. રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તે માતા બનવા જઈ રહી છે.
તેણે પોતાનો અને રણબીર કપૂરનો એક ફોટો શેર કર્યો, જ્યાં તે ડૉક્ટરને મળવા ગયો હતો. આલિયાના ફોટામાં જોવા મળે છે કે તે બેડ પર સૂઈ રહી છે અને અલ્ટ્રાસાઉન્ડ મશીનની સ્ક્રીનને જોઈ રહી છે. આ પોસ્ટનું કેપ્શન હતું, ‘અમારું બાળક જલ્દી આવી રહ્યું છે’.
આ પછી, લોકોએ સોશિયલ મીડિયા પર પણ કપલને અભિનંદન આપવાનું શરૂ કર્યું. કોન્ડોમ બ્રાન્ડ ડ્યુરેક્સ પણ પાછળ ન રહી, તેઓએ પણ રણબીર-આલિયાને ફની પોસ્ટ દ્વારા અભિનંદન પાઠવ્યા. કોન્ડોમ કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અને ટ્વિટ કર્યું.
ત્યારે ડ્યુરેક્સની પોસ્ટ હતી, ‘ડિયર રણબીર અને આલિયા…મહેફિલ મેં તેરે, હમ ના રહે જો, ફન તો નહીં હૈ’. ત્યારે આ પોસ્ટ પણ વાયરલ થઈ હતી.
ડ્યુરેક્સે આ પોસ્ટ કરતાની સાથે જ લોકોની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું. ઘણા લોકોએ રમુજી કોમેન્ટ કરી. કોન્ડોમ કંપનીની અભિનંદનની સ્ટાઈલના ઘણા લોકોએ વખાણ કર્યા.