સ્પોર્ટ્સ

ભુવનેશ્વર એ T20 વર્લ્ડ કપ માં બનાવ્યો એવો વર્લ્ડ રેકોર્ડ, જે આજ સુધી કોઈ પણ બોલર નથી કરી શક્યો….

ભુવનેશ્વર એ T20 વર્લ્ડ કપ માં બનાવ્યો એવો વર્લ્ડ રેકોર્ડ, જે આજ સુધી કોઈ પણ બોલર નથી કરી શક્યો….,ભારતના સુપ્રસિદ્ધ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે અજાયબીઓ કરી છે. આયર્લેન્ડ સામેની પ્રથમ T20માં ભુવીએ 3 ઓવર નાંખી અને 16 રન આપીને 1 વિકેટ લીધી.

ભુવીએ આયર્લેન્ડના દાવની પહેલી જ ઓવરમાં આયર્લેન્ડના કેપ્ટનને બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ભુવનેશ્વર કુમારે પાવર પ્લેમાં પ્રથમ વિકેટ લઈને T20 ઈન્ટરનેશનલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.ભુવી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં પાવર પ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

T20 ઇન્ટરનેશનલમાં, ભુવીએ પાવર પ્લે દરમિયાન કુલ 34 વિકેટ લીધી છે. આ મામલામાં બીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝના સેમ્યુઅલ બદ્રી છે, જેમના નામે પાવર પ્લેમાં 33 વિકેટ લેવાનો રેકોર્ડ છે. આ સાથે જ કીવી ટીમના ટિમ સાઉથીએ પણ પાવર પ્લે દરમિયાન 33 વિકેટ પોતાના નામે કરી લીધી છે.

બાંગ્લાદેશના શાકિબ અલ હસને આ મામલામાં અત્યાર સુધીમાં 27 વિકેટ લીધી છે.ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ પણ ઇનિંગ્સની પ્રથમ 6 ઓવર દરમિયાન બોલિંગ કરીને 27 વિકેટ પોતાના નામે કરવામાં સફળ રહ્યા છે. આયર્લેન્ડ સામે રમાયેલી પ્રથમ T20માં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો.

ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરી અને 1 વિકેટ લેવામાં સફળ રહ્યો. ચહલને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે હાર્દિકના કેપ્ટન તરીકે પ્રથમ વખત આયર્લેન્ડે પ્રથમ રમતમાં 12 ઓવરમાં 108 રન બનાવ્યા હતા. આ પછી ભારતે 9.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *