ગુજરાતીઓ ચેતજો, ગુજરાતના માથે ફરી એકવાર ભયંકર વાવાઝોડાનું સંકટ? જાણો મોસમ વિભાગે શું કરી આગાહી

ગુજરાતીઓ ચેતજો, ગુજરાતના માથે ફરી એકવાર ભયંકર વાવાઝોડાનું સંકટ? જાણો મોસમ વિભાગે શું કરી આગાહી,જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા ચોમાસાની હવે ગુજરાતમાં ધીમે-ધીમે શરૂઆત થઇ ચુકી છે.હવામાન વિભાગઈ કરેલી આગાહી અનુસાર તમને જણાવી દઈએ કે રાજ્યમાં હજી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.
વરસાદની વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર વાત કરીએ તો આજ રોજ રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે જણાવ્યુ છે કે હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઈ છે.
ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા તાપમાનમાં મહદઅંશે ઘટાડો થયો છે.જો કે બફારાને કારણે લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઈ શકે છે.ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોએ વાવણી પણ શરુ કરી દીધી છે.જો તમને હવામાન વિભાગના ટેક્નિકલ ઇન્ડિકેટર જોતા આવડે તો વિન્ડી.
કોમ સ્પષ્ટ જોઈ શકાય છે કે કે મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર તરફ દરિયામાં બનેલું લો પ્રેશર ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. મુંબઈ પાસે બની રહેલું હવામાનું દબાણ ગુજરાત તરફ આવતા વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. જોકે, આ અંગે મહારાષ્ટ્ર કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ અંગે અત્યારસુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.
હવામાન વિભાગે આ અંગે કોઈ આગાહી કરી નથી પરંતુ એક ખાનગી વેબસાઇટે આગાહી કરી છે તેમાં મોટું વાવાઝોડું આકાર લઈને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.જો વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
જો આ ખાનગી વેબસાઈટ ધરાર કરેલી આગાહી સાચી ઠરે તો તેની અસર માંગરોળ સહિત વેરાવળ, કોડિનાર, પોરબંદર, ગડુ, ટીમરી, કેશોદ સહિતના વિસ્તારમાં વર્તાઈ શકે છે.આ વિસ્તારોમાં લોકોએ સલામતી અને સાવચેતી રાખવી જોઈએ એવી પણ એ વેબસાઈટમાં વાત કરવામાં કરવામાં આવી છે.