ગુજરાતનું ગર્વ: માત્ર ત્રીજા ધોરણ માં ભણતી ગુજરાતની 2 દીકરીઓએ કરી બતાવ્યું એવું પરાક્રમ, જાણીને કહેશો વાહ વાહ

0

ગુજરાતનું ગર્વ: માત્ર ત્રીજા ધોરણ માં ભણતી ગુજરાતની 2 દીકરીઓએ કરી બતાવ્યું એવું પરાક્રમ, જાણીને કહેશો વાહ વાહ,ભણવા રમવાની ઉંમરમાં વડોદરાની બે દિકરીઓએ હાંસલ કરી અનોખી સિદ્ધિ, નાની ઉંમરમાં મોટા સપના કર્યા પૂરા

કહેવાય છેને અડગ માનવીના મનને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને સાબિત કરી બતાવી છે ત્રીજા ધોરણમાં ભણતી બે બાળકીઓએ. જી હા, વડોદરાની 8 વર્ષની બે બાળકીઓએ 15 હજાર ફિટ ઉપર આવેલી બુરાન ઘાટી સર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

શનિવારે 15 હજાર ફિટ પર રેપલિંગ કરી 7 કલાક ચાલીને ઘાટીની બીજી બાજુ મૂનરંગ ઊતરીને સૌથી નાની ઉંમરમાં આ ઘાટી સર કરવામાં પોતાનું નામ નોંધાવ્યું હતું. મહત્વનું છે કે ધોરણ 3માં ભણતુ બાળક એટલે રમવાની ઉંમર. ત્યારે આટલી નાની ઉંમરમાં મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરતી આ દિકરીઓ ખરેખર ધન્ય છે.

વડોદરાના વાસણા રોડ પર રહેલી રાયના પટેલ અને ઇલોરાપાર્ક ખાતે રહેતી સનાયા ગાંધીએ 6 દિવસ સુધી 26કિમીનું અંતર કાપીને બુરાન ઘાટી પાસ પર પહોંચી હતી. તેઓ 11મી તારીખે 13 વ્યક્તિઓ સાથે આ બંને દિકરીઓ ટ્રેકિંગમાટે નીકળી હતી. 12મીના રોજ 9200 ફિટની ઊંચાઈએ પહોંચ્યા બાદ ત્યાંથી આગળ લીથમ ખાતે 2 દિવસ રોકાણ કર્યું હતું.

જે બાદ શનિવારે વહેલી સવારે 3 વાગે ચઢાણ શરૂ કર્યું હતું. મહત્વનું છે કે ઉત્તરાખંડના કેદારકંઠા અને કાશ્મીરના તસરસ મારસર ખાતે આ બંને બાળકીઓ પર્વતારોહણ કરી ચૂકી છે. ત્યારે હવે બુરાન ઘાટી પાસ સર કરીને એક નવી સિદ્ધિ તેઓઓ પોતાના નામ કરી છે.

8 વર્ષની જ ઉંમર અને તેમાં પણ આટલી ઊંચાઇ પર જવુ કંઇ સહેલુ ન હતું. આમ તો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આટલી હાઇટ પર જવાની મંજૂરી આપવામાં આવતી નથી પરંતુ ટ્રેકિંગ કંપની દ્વારા આ અંગે તેઓના વાલીઓની ખાસ મંજૂરી મેળવવામાં આવી હતી. કારણ કે આ બંને દિકરીઓ અગાઉ 13 હજાર ફીટની ઊંચાઇએ શિખરો સર કર્યા છે જેથી તેમને 15 હજાર ફીટ ઊંચાઇ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed