બૉલીવુડ મનોરંજન

તારક મહેતા ના ટપુ ના ભાગ ખુલી ગયા, બોલીવુડના ના આ સિતારા સાથે ચમકશે…. જાણો અહીં

તારક મહેતા ના ટપુ ના ભાગ ખુલી ગયા, બોલીવુડના ના આ સિતારા સાથે ચમકશે…. જાણો અહીં,તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો તે શો છે, જેને લઈને દરરોજ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. કોમેડી શોના દરેક પાત્ર ખુબ પ્રખ્યાત છે. આ પાત્રોમાંથી એક ટપ્પૂ પણ છે. તારક મેહતા સીરિયલમાં ટપ્પૂની ભૂમિકા રાજ અનડકટ નિભાવી રહ્યો છે.

શોનો ટપ્પૂ આજકાલ ખુબ ખુશ છે અને તેની આ ખુશીની માહિતી અમે તમને આપી રહ્યાં છીએ. શું છે ટપ્પૂનો અપકમિંગ પ્રોજેક્ટ. રાજ ઉનડકટના ફેન્સને જાણીને ખુશી થશે કે તે આવનારા દિવસમાં કંઈક મોટુ કરવાનો છે. તે પણ પોતાના ફેવરેટ એક્ટર રણવીર સિંહની સાથે. આ જાણ્યા બાદ તમારી આતુરતા વધી ગઈ હશે.

તમારી જેમ ટપ્પૂ પણ તેના આગામી પ્રોજેક્ટને લઈને ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં તેણે સોશિયલ મીડિયા પર રણવીર સિંહની સાથે ફોટો શેર કર્યો છે. રણવીર સિંહ સાથે ખુશીની ક્ષણનો ફોટો શેર કરતા રાજ લખે છે, હું લાઇફના સ્પેશિયલ પ્રોજેક્ટ વિશે જણાવવા માટે મારા એક્સાઇટમેન્ટને કંટ્રોલ કરી શકતો નથી.

કારણ કે આ ફેવરેટ એક્ટર રણવીર સિંહ છે. હું તેમને ખુબ પ્રેમ કરૂ છું અને તેમની સાથે બીજીવાર કામ કરવાનું ખુબ અલગ રહ્યું. પોતાના ફેવરેટ સ્ટાર સાથે કામ કરવાથી રાજ એટલો ખુશ છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં.

રાજ ઉનડકરે જ્યારે ફેન્સની સાથે તેની લાઇફની મોટી સફળતાનો ઉલ્લેખ કર્યો, લોકો એક્ટરની ખુશીમાં ખુશ થવા લાગ્યા. દરેક તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યાં છે. રાજ તેના આવનારા પ્રોજેક્ટ માટે ફેન્સનો પ્રેમ જોઈ ખુશ હશે. બસ હવે એટલું જાણવા મળી જાય કે રાજ અને રણવીર મળીને શું કરવાના છે, તો વધુ મજા આવી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *