અંજલિ ભાભી એ કર્યો મોટો ખુલાસો, કહ્યું કે મને હજુ પણ મારા પૈસા નથી મળ્યા અને મારી સાથે….,લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક સમયે અંજલિ ભાભીનો રોલ કરનાર એક્ટ્રેસ નેહા મહેતાએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, શોના નિર્માતાઓએ મને મારા બાકી પૈસા હજી આપ્યા નથી.
નેહાએ 2020માં શો છોડી દીધો હતો અને તેનાથી ચાહકોને પણ આંચકો લાગ્યો હતો.નેહાએ તે સમયે કહ્યુ હતુ કે, આગળ વધવા માટે આ સિરિયલ છોડવી જરુરી હતી.એક મીડિયા ઈન્ટરવ્યૂમાં નેહાએ કહ્યુ હતુ કે, 2020માં મેં શો છોડ્યો હતો પણ મને મારા બાકી પૈસા હજી સુધી આપ્યા નથી.
જોકે હું બહુ સન્માનથી જીવવામાં માનુ છુ અને કોઈ પણ બાબતમાં ફરિયાદ કરવાનુ મને પસંદ નથી.મને છેલ્લા 6 મહિનાના પૈસા હજી મળ્યા નથી.મેં ઘણા ફોન કર્યા છે પણ મને આશા છે કે, બહુ જલ્દી મને મારી મહેનતની કમાણી મળી જશે.
ઉલ્લેખનીય છે કે, નેહા મહેતાએ 12 વર્ષ સુધી તારક મહેતા..માં કામ કર્યુ હતુ અને એ પછી શો છોડી દીધો હતો.મને શોના નિર્માતાઓે લઈને કોઈ નારાજગી નથી.નેહાનુ કહેવુ છે કે, હું આ શો છોડયા બાદ સારી ઓફર આવે તેની રાહ જોઈ રહી છે.
ટીવી એક સારુ મીડિયમ છે અને તેણે મને ઘણુ બધુ આપ્યુ છે.હું એક વેબ સિરિઝમાં કામ કરવા માંગુ છું.જોકે વેબ સિરિઝ એક સારો વિકલ્પ છે પણ તે ટીવીને રિપ્લેસ નહીં કરી શકે.અંજલિ ભાભી એ કર્યો મોટો ખુલાસો, કહ્યું કે મને હજુ પણ મારા પૈસા નથી મળ્યા અને મારી સાથે….