ઇંગ્લેડ સામેની ટેસ્ટ મેચ અગાઉ ટિમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, કેપટન શર્મા ને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર… ,ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન રોહિત શર્મા કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. મહત્વની મેચ અગાઉ હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે રોહિતને આઇસોલેટ કરવામાં આવ્યો છે.કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટવ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા શનિવારે રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોરોના સંક્રમિત જણાયા હતા. બીસીસીઆઈએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. ટ્વિટમાં એ પણ જણાવ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા હાલમાં ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે.આ પહેલા ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.
આ કારણે તે બાકીના ખેલાડીઓ સાથે લંડન ગયો ન હતો. જોકે હવે તે સ્વસ્થ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા અઠવાડિયે લંડન પહોંચેલ પૂર્વ કપ્તાન વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. જોકે હવે તે પણ સ્વસ્થ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ 1 જુલાઈથી શરૂ થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો જ એક ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ પહોંચી હતી, પરંતુ ચાર મેચ બાદ ભારતના કેટલાક ખેલાડીઓ અને કોચ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચમી ટેસ્ટ રમવાનો ઈન્કાર કરી દીધો હતો.ટીમ ઈન્ડિયાનાં આ ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ આ શ્રેણીની જ ટેસ્ટ રમવા જઈ રહી છે. ભારતીય ટીમ હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ ખૂબ જ મહત્વની છે.