ટીમ ઈંડિયામાં અચાનક આ ખતરનાક પ્લેયર ની એન્ટ્રી થઈ, થર થર કપાવા લાગ્યા ઇંગ્લેન્ડ ના ખેલાડી,રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ આવતા મહિનાની પહેલી તારીખે રમાશે.
ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 2-1થી આગળ છે અને રોહિત શર્માની સેનાને પણ ટ્રોફી જીતવાની મોટી દાવેદાર માનવામાં આવે છે. આ દરમિયાન ભારતીય ટીમ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન કોવિડનો ચેપ લાગવાને કારણે ઈંગ્લેન્ડની ફ્લાઈટ ચૂકી ગયો હતો.
પરંતુ, આજે એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે રમાનાર 5મી ટેસ્ટ પહેલા સ્પિનર અહીં ભારતીય ટેસ્ટ ટીમ સાથે જોડાયો છે. જોકે, બીસીસીઆઈ દ્વારા અશ્વિનના ઈંગ્લેન્ડ આગમનને લઈને કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
અશ્વિન છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટેસ્ટ ટીમની સૌથી મોટી તાકાત રહ્યો છે. પરંતુ લીસેસ્ટરશાયર સામેની ટીમની પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે બોર્ડના સત્તાવાર હેન્ડલ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી તસવીરોએ તેની પુષ્ટિ કરી હતી.
તસવીરમાં અશ્વિન ટીમમાં અન્ય ખેલાડીઓ સાથે લેસ્ટરશાયર કાઉન્ટી ક્લબ ગ્રાઉન્ડમાં જોવા મળ્યો હતો.અગાઉ, ઓફ સ્પિનર કોરોના પોઝિટિવ હોવાને કારણે 16 જૂને મુંબઈથી અન્ય સભ્યો સાથે ઉડાન ભરવામાં નિષ્ફળ ગયો હતો.
જયંત યાદવને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો, પરંતુ અશ્વિન વાયરસથી સાજો થઈ ગયો છે અને હવે તે ટીમમાં જોડાઈ ગયો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા હાલમાં લેસ્ટરશાયર સામે તેની ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. ઇંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે આ એકમાત્ર વોર્મ-અપ મેચ હશે. હાલમાં ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે.