ખેડૂતો થઈ જાવ તૈયાર: ગુજરાત માં વરસાદ ને લઈને અંબાલાલ પટેલ એ કરી મોટી આગાહી ….

0

ખેડૂતો થઈ જાવ તૈયાર: ગુજરાત માં વરસાદ ને લઈને અંબાલાલ પટેલ એ કરી મોટી આગાહી ….,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો.આગામી બે દિવસમાં દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.’ હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે.અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ

જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. જેમ કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જણાવી દઇએ કે, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો

ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ, ક્વાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ, બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ, નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ, વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed