અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ, કહ્યું કે આ કરજો નહિતર ….,ગુજરાતમાં ગીર સોમનાથ,મોરબી,સુરત,વલસાડ,દ્વારકા,તાપી,સાબરકાંઠા,અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં વરસાદની પધરામણી
મોરબી: પીપળી,બેલા અને જેતપર રોડ પર ભારે પવન સાથે વરસાદ
સુરત: ઓલપાડ તાલુકા, કામરેજમાં વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા, ઉમરપાડામાં થયું ચોમાસાના પહેલા વરસાદનું આગમન
વલસાડ: ધરમપુર અને કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ
દ્વારકા: ખંભાળિયાના ભાણવરી ગામ અને આસપાસના વિસ્તારોમાં મેઘમહેર
તાપી: વ્યારાના પાનવાડી, કપુરા, પનીયારી સહિતના વિસ્તારમાં ઝાપટા
વિજયનગરમાં દોઢ ઈંચ વરસાદ
સાબરકાંઠાના વિજયનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, વિજયનગરના બાલેટા, કોડિયાવાડા અને ચિઠોડામાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. રાત્રિ દરમિયાન દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી જિલ્લાના ભિલોડાની હાથમતી નદીમાં નવા નીરનું આગમન થયુ છે. રાજસ્થાન-વિજયનગરમાં સારા વરસાદથી નદીમાં નવા નીરના વધામણા થયા છે. નદીના નવા નીર ચુનાખણ,ઉબસલ સુધી પહોંચ્યા છે. નવા નીરના આગમન થતા ભિલોડા મામલતદારે તંત્રને સાવચેત રહેવા સૂચના આપી છે. આ ઉપરાંત નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તારીખ 24થી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે.’ બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે, ‘રાજ્યમાં આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. જો કે,
અમદાવાદમાં હજુ વરસાદની રાહ જોવી પડશે. 24 જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી શક્યતા. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 42 મિમી અને વિરમગામમાં 23 મિમીથી વધુ વરસાદ વરસ્યો. મહત્વનું છે કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
26-27 જૂન બાદ પડશે ભારે વરસાદ
વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાદની આગાહી
જુલાઈથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી પડશે સારો વરસાદ
સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે
નદીઓના જળસ્તરમાં થશે વધારો
આદ્રા નક્ષત્રમાં વાવણી કરવા ખેડૂતોને સલાહ